11 અને 12 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી?
પંચાયતી રાજ કોન્ફરન્સ સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ તેમના ગુજરાત પ્રવાસ પર હશે, જ્યાં વડાપ્રધાન પંચાયતી રાજ પરિષદની અધ્યક્ષતા કરવાના છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક મેગા કાર્યક્રમ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

આ પરિષદમાં એક વિશાળ મેળાવડો જોવા મળશે, જેને ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે નરમ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. આ અંગે સુત્રો પાસેથી માહિતી મળી છે.
કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચાયતી રાજ કોન્ફરન્સ સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કાર્યક્રમોની અધ્યક્ષતા પણ કરશે. આ સાથે PM સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાનારો ખેલ મહાકુંભ સમારોહમાં પણ હાજર રહે તેવી શક્યતા છે અને PM મોદી ગાંધીનગરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે.
આ સિવાય વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન તેમની માતા હીરાબાને પણ મળવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતાને યુવાનો સાથે જોડાણ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આગામી વિધાનસભા ચૂંટણીને કારણે વડાપ્રધાન મોદી આગામી મહિનાઓમાં નિયમિતપણે ગુજરાતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
