મોદીનું ગુજરાતીઓને આશ્વાસન : ગુજરાતના વિકાસને અસર નહીં

ગોવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ અમદાવાદ આવી રહોંચેલા નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાતની જનતાને પણ સંદેશો આપતા જણાવ્યું હતું કે "લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજકારણમાં મને મળેલી નવી જવાબદારીને કારણે ગુજરાતના વિકાસને અસર નહીં પહોંચે તેની ખાતરી આપું છું."
છેલ્લા એક દાયકામાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસની નવી દિશા આપી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ ગુજરાતની જનતાને આ માટે ધન્યવાદ આપે છે. મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય હું ગુજરાતની જનતાને આપું છું. મને વિશ્વાસ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત વિજય મળશે. પાર્ટીએ મોદીને નવી જવાબદારી સોંપતા તેમના ચહેરા પર નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હતો.












Click it and Unblock the Notifications
