સાની ડેમના કામમાં વિલંબ કેમ? સરકારની નીતિઓ પર ઉઠ્યા સવાલ
કલ્યાણપુર તાલુકાના 110 ગામને પીવાનું પાણી પૂરો પાડતો અને આજુબાજુના સેંકડો ગામોની ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો સાની ડેમ આજે કેટલાય વર્ષોથી ખાલીખમ પડ્યો છે. ડેમના દરવાજા તોડી પાડ્યા પછી તંત્રએ ફરી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, સમય મર્યાદામાં પાર્ટી કામ પૂર્ણ ના કરી શકતાં તેમનું ટેન્ડર રદ્દ કરી ફરી એકવાર ટેન્ડર બહાર પાડી નવી કંપનીને કામ સોંપવામાં આવે છે.

પરંતુ આ નવી કંપની પણ ગોકળ ગતિએ કામ કરી રહી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી રહી છે. છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે પણ હજી સુધીમાં 10 ફૂટનો કાઢિયો પણ તૈયાર કરી શકાયો નથી. આમને આમ રહેશે તો હજી 2-3 વર્ષ કાઢિયો બનાવવામાં નિકળી જશે તેવો ખેડૂતોને ડર છે.
ડેમ હોવા છતાં આજુબાજુના ગામના ખેડૂતો સાની ડેમનો ઉપયોગ કરી શકતા નથી, દર વર્ષે લાખો ક્યૂસેક પાણી સમુદ્રમાં ભળી જાય છે, જેની ખારાશ ખેડૂતોએ આર્થિક પાયમાલીથી ભોગવવી પડી રહી છે. પાલભાઈ આંબલિયાએ જણાવ્યા મુજબ સાની ડેમ ના હોવાના કારણે દરેક ખેડૂતને વર્ષે ઓછામાં ઓછી 3 લાખની ખોટ ભોગવવી પડી રહી છે. આમ, સરકારની ઢીલી નીતિઓને કારણે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સરકારી બાબુઓની આળસના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આટલા વર્ષોથી ડેમ ખાલી છે, મજા આવે તે દી કામ કરશું, મજા આવે તે દી આરામની માનસિકતા ધરાવતા કોન્ટ્રાક્ટર કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
