ગુજરાતના મતદારોને ભાજપથી નારાજગી પણ કોંગ્રેસ પર વિશ્વાસ કેમ નથી?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારી જ છે. ત્યારે, ભાજપ અને આમ આદમી પાર્ટી ખુબ જોશ સાથે મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરા દિવસે ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારી જ છે. ત્યારે, ભાજપ અને આમ આદમી પાર્ટી ખુબ જોશ સાથે મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરા દિવસે ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે. ત્યારે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખી દીધા છે. તો, આમ આદમી પાર્ટીમાં પણ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં 27 વર્ષ કરતાં વધુ સમયથી લગાતાર શાશન કરતી ભાજપ સરકાર સામે લોકોમાં ભારે નારાજગી છે. લોકોના અનેક પ્રશ્નો અને સરકારની નીતિઓથી ભારે કચવાટ જોવા મળે છે. મોંઘવારી અને બહેરોજગારી જેવા પ્રશ્નો લોકોને મજબૂર કરી રહ્યા છે. વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની સમસ્યાઓ અને માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો પણ પોતાની પડતર માંગણીઓ માટે મેદાનમાં છે. આ તમામ સંગઠનો અને લોકો પોતાની માંગણીઓને લઇને સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. પરંતું, કોંગ્રેસ સાથે વિશ્વસ્થ નથી.
કોંગ્રેસની નેતાગીરીમાં સક્રિયતાનો અભાવ છે. મુળથી આંદોલન કરી તેને રાજકીય વળાંક આપવાની અણઆવડત અને આંતરીક વિખવાદના કારણે કોંગ્રેસ નિષ્ક્રિય અવસ્થામાં છે. કોંગ્રેસના નેતાઓ સંઘર્ષ કરીને લડાઇને સાથ આપવાના બદલે ફોટો શેશન કરીને ભાગી જવાની વૃતિથી દૂર છે. અન્ય સંગઠનોની લડાઇને ફક્ત સાથ આપી પોતાની જવાબદારી પૂર્ણ કરી દેવામાં માનવાના કારણે મતદારોમાં કોંગ્રેસ પ્રત્યે પણ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. એટલેકે, લોકો સરકારથી નારાજ હોવા છતાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વસ્થ ન હોવાના કારણે તમામ આંદોલનો અસફળ જ જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
