ચંદ્રયાન-3 ડિઝાઈન કર્યુ હોવાનો દાવો કરનારો સુરતનો મિતુલ ત્રિવેદી કોણ છે? પોલીસે તપાસ શરૂ કરી
ચંદ્રયાન 3ની સફળતા વચ્ચે સુરતનો એક વ્યક્તિ વિચિત્ર દાવો કરીને પોલીસની નજરે ચડ્યો છે. હેતલ પટેલ નામના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેના ડિઝાઈન કરેલા ચંદ્રયાનને કારણે ઈસરોને સફળતા મળી. આ દાવા બાદ હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર વ્યક્તિની તપાસ કરી રહ્યા છે. આ વ્યક્તિનું નામ મિતુલ ત્રિવેદી છે. તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે, તે ઈસરો વૈજ્ઞાનિક છે અને તેણે જ ચંદ્રયાન-3 ચંદ્ર મિશનના લેન્ડર મોડ્યુલને ડિઝાઈન કર્યું હતું.

સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલે આ દાવા બાદ મીડિયાને જણાવ્યુ કે, ક્રાઈમ બ્રાન્ચના સુરત પોલીસ કમિશનરે મિતુલ ત્રિવેદીના દાવાઓની તપાસ શરૂ કરી છે.
હેતલ પટેલે આગળ જણાવ્યું કે, ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ મિતુલ ત્રિવેદી સ્થાનિક મીડિયાને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે પરંતુ તે આને લગતા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. મીડિયા સાથે વાત કરતા મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો છે કે તે ચંદ્રયાન 2 મિશનનો ભાગ હતા અને ઈસરોએ તેને ચંદ્રયાન 3 મિશનમાં કામ કરવાની તક આપી હતી.
મિતુલ ત્રિવેદીનો દાવો છે કે, ચંદ્રયાન 3 મિશન પર કામ કરતી વખતે તેમણે પ્રારંભિક ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેના પછી જ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં સફળ રહ્યું.
ડીએસપી હેતલ પટેલે આગળ જણાવ્યુ કે, તેમને પોલીસ ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે, જેથી તે તેમના દાવાને સાબિત કરી શકે. તે ઈસરો સાથે સંકળાયેલો છે તે સાબિત કરવા માટે તેણે કોઈ દસ્તાવેજ કે પુરાવા રજૂ કર્યા નથી. તપાસમાં જાણવા મળ્યું કે તેણે B.Com નો અભ્યાસ કર્યો છે.
ડીએસપી અનુસાર, જ્યારે તેને વૈજ્ઞાનિક હોવાના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેઓ ફ્રીલાન્સર છે અને ઈસરોની બેંગલુરુ ઓફિસમાં ચંદ્રયાન-3ની ડિઝાઈન પર કામ કર્યુ છે. તેણે નાસા સાથે પણ કામ કર્યું હોવાનો દાવો કર્યો છે.
હેતલ પટેલે ખુલાસો કરતા જણાવ્યુ કે, અમારી પ્રાથમિક તપાસ મુજબ તે ઈસરોના વૈજ્ઞાનિક નથી. વધુ તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે અને જો તે ખોટું બોલતો હોવાનું જણાશે તો તેની સામે એફઆઈઆર નોંધાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
