Who is Jashubhai Rathwa: કોણ છે જશુભાઇ રાઠવા? છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ
Who is Jashubhai Rathwa: ગુજરાત અને કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાત માટે 7 લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાંથી એક નવું નામ જશુભાઈ રાઠવાનું છે.
જશુભાઈ રાઠવાએ છોટા ઉદેપુર તાલુકાની વાસેડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ, આદિજાતિ વિકાસ નિગમના નિયામક અને ગુજરાત ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ બન્યા હતા.

જશુભાઇ રાઠવાએ BA સુધી અભ્યાસ કર્યો છે. ભાજપે તેમને 21-છોટાઉદેપુર(ST) લોકસભા બેઠક પર ટિકિટ આપી છે. જશુભાઇ રાઠવાએ 2017માં અસફળ રીતે વિધાનસભા ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણી 1100 મતોથી હારી ગયા હતા. જશુભાઇ રાઠવાએ 2007-08માં છોટા ઉદેપુર તાલુકા પંચાયત સીટ પર પણ અસફળ ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં 87 મતોથી હારી ગયા હતા.
જશુભાઇ રાઠવાએ લગભગ 11 મહિના પહેલા ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ બાદમાં તેમને પાર્ટીના નેતાઓએ યથાવત રાખવા માટે ખાતરી આપી હતી.
જશુભાઈ રાઠવા ગત 27 વર્ષની એક સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. જશુભાઈ રાઠવાને પક્ષ તરફથી છોટાઉદેપુર તાલુકા યુવા મોરચા કોષાધ્યક્ષ, તાલુકા મહામંત્રી રહી ચુક્યા છે. આ સાથે તેઓ છોટાઉદેપુર તાલુકા પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ, પ્રદેશ ST મોરચા ઉપપ્રમુખ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ ડાયરેક્ટર રહી ચુક્યા છે.
આ સાથે જશુભાઇ રાઠવા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકાર નિયુક્તસભ્ય, તાલુકા પંચાયત સભ્ય, 2017 વિધાનસભા બીજેપી ઉમેદવાર તરીકે ફરજ નિભાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
