વોટ્સએપ હેકર ગેંગનો સભ્ય પકડાયો, આ રીતે કરતો હતો કૌભાંડ
WhatsApp hacker gang: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને સ્ટેટ પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે.
મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100 થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.
વર્તમાનમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશક ડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંજય ખરાત તથા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે.
દરમિયાન 1930 હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે.

જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક સસ્પેક્ટ મોબાઇલ નંબર મળી આવ્યો હતો.
જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા College Fees Fraud એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું.
લોકેશન મધ્યપ્રદેશના અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે. વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે.
તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે 100 થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરી છે. આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
આરોપી પાસેથી કબ્જે કરેલો મુદામાલ
મોબાઇલ ફોન - 02
ચેકબુક - 02
સીમકાર્ડ - 11
પાસબુક - 02
ડેબીટ કાર્ડ - 12
આરોપીને પકડનાર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ
પી.આઇ. જે. એસ. પટેલ
એ.એસ.આઇ ગીતાબેન રબારી
કોન્સ્ટેબલ હિતેશ ડાભી
કોન્સ્ટેબલ અજયરાજસિંહ જાડેજા
કોન્સ્ટેબલ દ્રષ્ટીબેન રામાવત
ટેકનિકલ ટીમ
પી.એસ.આઇ ડી. આર. પટેલ
કોન્સ્ટેબલ મૌલીક પટેલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
