ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર, વિદ્યાર્થીઓને થશે આ લાભ
What is Private University Reform Bill: ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની જરૂરિયાત પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ખાનગી યુનિવર્સિટીના નામ, સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવાઈ છે.
વિધાનસભા સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સીટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવી બાબતોમાં સુધારો કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર નહિ રહે.
ભૂતકાળમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓ મર્યાદિત હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જવું પડતું હતું, પરંતુ હાલ ગુજરાતમાં 108 યુનિવર્સિટીઓ કાર્યરત છે, જેમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ નહીં, પરંતુ અન્ય રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે ગુજરાતમાં આવે છે.
શિક્ષણ મંત્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, 2009 માં સુધારો કરવા આ કાયદાને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, 2024 તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, 2009 પ્રિન્સિપાલ એક્ટના સેક્શન 10માં રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિની કોઇ વિદ્યમાન કોલમ અથવા નોંધમાં ફેરફાર કરી શકશે. તેવી સુધારા જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
શિક્ષણ મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, શિક્ષણ પ્રણાલીમાં ટેક્નિકલક્ષેત્રે થયેલા સુધારા, કૌશલ્ય આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત નવા ક્ષેત્રોમાં કુશળ માનવબળની જરૂરિયાત, દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થામાં આવેલા બદલાવ જેવા કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષમાં અન્ય રાજ્યોની સરખામણીમાં શિક્ષણની ગુણવત્તાને ઉત્તમ બનાવવા અનેક સુધારાઓ કરાયા છે. તેમજ શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ નવી ટેકનીકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડીકલના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલમાં 207302 વિદ્યાર્થીઓ તથા ટેકનિકલ ક્ષેત્રમાં 397213 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ગુજરાતમાં વર્ષ 2001 માં નવ મેડીકલ કોલેજો કાર્યરત હતી. જેમાં કુલ 1125 એમ.બી.બી.એસ.ની બેઠકો હતી, જ્યારે હાલમાં રાજ્યમાં 40 મેડીકલ કોલેજો કાર્યરત છે. જેમાં 7050 જેટલી એમબીબીએસની બેઠકો છે.
ભારતમાં ફકત ગુજરાતમાં જ હોય તેવી યુનિવર્સિટી વિશે વાત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજયુકેશન (IITE), ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તથા લકુલેશ યોગ યુનિવર્સિટી એ એવી યુનિવર્સિટી છે, જે ભારતમાં ફક્ત ગુજરાતમાં આવેલી છે.
યુનિવર્સિટીઓમાં સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન, નવીનીકરણ, સ્માર્ટ વર્ગખંડો અને અદ્યતન છાત્રાલયની જરૂરિયાત પૂર્ણ થવાથી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વિશ્વકક્ષાની બનશે. સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગુજરાતમાં આવશે.
રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક અને ઉદ્યોગ સંબંધિત જોગવાઈ માટે તથા કાયદાની જોગવાઇઓ અનુસાર, તેમની કામગીરીનું અસરકારક નિયમન થાય તે માટે રાજ્યમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થાપવાની જોગવાઇ કરવા માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009 અમલમાં મૂક્યો છે. જે અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 65 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે.
ગુજરાતની એફીલેટેડ કોલેજોમાં 1833 તથા ગુજરાતની યુનિવર્સિટીઓમાં 2071 એટલે કે કુલ 3904 વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યાં છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, 2024ના અમલ દ્વારા તમામ ખાનગી યુનિવર્સિટીના મૂળભૂત શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ થશે, તથા આજના વિકસતા અર્થતંત્ર સાથે કદમ મિલાવી સફળતાના શિખર સર કરશે, તેવા આશય સાથે લેવાયેલું ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર થયું હતું.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ







Click it and Unblock the Notifications
