22 બ્લાસ્ટ અને ખળભળી ઉઠ્યુ અમદાવાદ, જાણો શું થયુ હતુ એ 70 મિનિટમાં?
26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં રાબેતા મુજબ બધું ચાલી રહ્યું હતું. બજારોમાં ભારે ચહલપહલ હતી, પરંતુ પછી સાંજે 6.45 કલાકે મણિનગરના ભીડવાળા બજારમાં અચાનક વિસ્ફોટ થયો.
અમદાવાદ : 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં રાબેતા મુજબ બધું ચાલી રહ્યું હતું. બજારોમાં ભારે ચહલપહલ હતી, પરંતુ પછી સાંજે 6.45 કલાકે મણિનગરના ભીડવાળા બજારમાં અચાનક વિસ્ફોટ થયો. ત્યાર બાદ 70 મિનિટમાં અમદાવાદના ભીડભાડવાળા વિસ્તારોમાં કુલ 21 વધુ બ્લાસ્ટ થાય છે. જેના કારણે આખું શહેર ધ્રૂજી ઉઠે છે.

70 મિનિટમાં 56 લોકોના મોત
સરકારી આંકડાઓ અનુસાર, આ વિસ્ફોટોમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીને દાવો કર્યો હતો કે તેને 2002 ગોધરાકાંડનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે તે સમયે મણિનગર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વિધાનસભા ક્ષેત્ર હતો. પોલીસને મણિનગરમાંથી બે જીવતા બોમ્બ મળી આવ્યા હતા, જ્યારે મણિનગરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા.

હોસ્પિટલોમાં પણ બે બ્લાસ્ટ થયા
કુલ 21 બ્લાસ્ટમાંથી બે સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં થયા હતા. નોંધનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા હતા. આ બ્લાસ્ટ આતંકીઓએ ટિફિનને સાયકલમાં રાખીને કર્યા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે જોડાયેલા આતંકવાદીઓ આ વિસ્ફોટોમાં સામેલ હતા. બ્લાસ્ટના 5 મિનિટ પહેલા આતંકીઓએ ન્યૂઝ એજન્સીઓને મેઈલ કરીને બ્લાસ્ટ રોકવાનો પડકાર પણ આપ્યો હતો.

કુલ 35 એફઆરઆઈ નોંધાઈ
આ મામલે કુલ 35 FIR નોંધવામાં આવી હતી. જેમાંથી 20 અમદાવાદમાં અને 15 સુરતમાં નોંધાઈ હતી. આ તમામ એફઆઈઆરને એકમાં મર્જ કરીને કોર્ટે કેસ નોંધ્યો હતો. કુલ 78 આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, જેમાંથી પાછળથી એક આરોપી સરકારી સાક્ષી બન્યો, ત્યારબાદ આ સંખ્યા ઘટીને 77 થઈ ગઈ. આ કેસમાં 9 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે.

38 આરોપીઓને ફાંસીની સજા
આજે અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં દોષિતોને સજા સંભળાવવામાં આવી છે. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે 49 આરોપીઓમાંથી 38 લોકોને ફાંસીની સજા ફટકારી છે. આ 38 દોષિતોને IPC 302, UAPA હેઠળ ફાંસી આપવામાં આવી હતી. આ ચુકાદો એક રેકોર્ડ છે, કારણ કે અત્યાર સુધી આટલા લોકોને એક સાથે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી નથી. બાકીના 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે આ 11 દોષિતો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી જેલમાં રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
