ફૈઝલ પટેલની કોંગ્રેસ છોડવાની જાહેરાત પર શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત કરીને મોટી રાજનીતિ છેડી છે.
ફૈઝલ પટેલના પાર્ટી છોડવાના નિવેજદ મુદ્દે હવે ગુજરાત કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.

ફૈઝલ પટેલના નિર્ણય પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, અહેમદ પટેલ રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર રહ્યાં છે. અનેક લોકોને એમને નાત-જાત ધર્મભેદ જોયા વગર જ જ્યાં જ્યાં મદદરૂપ થઇ શકાય તેમાં ગુજરાતીઓને મદદ કરી હતી. કેટલીક વ્યક્તિ એવી હોય છે તેનો વિકલ્પ જ ના મળે. એમના પરિવાર ઉપર અચાનક જ મોટી આફત આવી, તેમના પરિવારમાં ફૈઝલ ભાઇ સાથે મુમતાઝ સાથે પણ મારો એક પારિવારિક નાતો રહ્યો છે.
શક્તિસિંહે આગળ જણાવ્યુ કે, મુમતાઝ આજે પણ ભરૂચમાં પેટા ચૂંટણીમાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યાં છે. ફૈઝલને જે તકલીફ હેલ્થની ઉભી થઇ, ડૉક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે તેમને આત્મબળથી એ બીમારી સામે લડીને પણ ફરી પાછા તંદુરસ્ત થયા છે. કેટલીક આરોગ્યની મુશ્કેલીનો તે આજે પણ સામનો કરી રહ્યાં છે.
શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, એમના ટ્વીટમાં પણ એમને કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્પિત રહીશ. એમ છતા કોઇ લખે કે તે શું ભાજપમાં જોડાશે તે વાજબી નથી. હું આના પર કંઇ કહેવા માંગતો નથી. મારા માટે તે પરિવાર મારા પરિવાર જેવો જ છે. સંવેદના સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે. હાઇકમાન્ડ સાથે પણ તે પરિવારનો અતૂટ નાતો છે આ હકીકત છે.
ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ગુજરાત રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્ય સ્તંભ હતા અને તેમના પરિવારનો કોંગ્રેસ સાથે લાંબો ઇતિહાસ રહ્યો છે. ફૈઝલના આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટીમાં નવી રાજકીય ચર્ચા શરૂ થઈ શકે છે.
જણાવી દઈએ કે, ફૈઝલ પટેલે લખ્યુ હતું કે, ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણાં વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલી દરેક રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલું રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
