પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનને સ્ટેશનો પર 7 જોડી ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા
મુસાફરોની સગવડતા અને માંગને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર કુલ 7 જોડી ટ્રેનો માટે વધારાના સ્ટોપેજની જાહેરાત કરી છે.
ભાવનગરના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી અનુસાર, આ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર 2025 (શુક્રવાર) ના રોજ સવારે 11:30 વાગ્યે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે થશે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ વધારાના સ્ટોપેજથી મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળશે અને આસપાસના વિસ્તારોના મુસાફરો માટે રેલવે સેવાઓ વધુ સારી બનશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા માટે 7 જોડી ટ્રેનો માટે વધારાના સ્ટોપેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં 11463/11464/11465/11466 વેરાવળ-જબલપુર-વેરાવળ ટ્રેન માટે દરરોજ નવાગઢ ખાતે સ્ટોપેજ મળશે. આ સિવાય 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગર ટ્રેન માટે રાણાવવા ખાતે અને 19251/19252 વેરાવળ-ઓખા-વેરાવળ ટ્રેન માટે નવાગઢ ખાતે દરરોજ સ્ટોપેજની સુવિધા ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત 19319/19320 વેરાવળ-ઈન્દોર-વેરાવળ ટ્રેનને દર બુધવારે નવાગઢ ખાતે સ્ટોપ મળશે. 12945/12946 વેરાવળ-બનારસ-વેરાવળ ટ્રેન માટે સોમવાર અને ગુરુવારે જેતપુર ખાતે સ્ટોપેજ ઉપલબ્ધ થશે. છેલ્લે 19204/19203 વેરાવળ-બાંદ્રા-વેરાવળ ટ્રેનને દર શુક્રવાર અને રવિવારે જેતપુર ખાતે વધારાનો સ્ટોપ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
