Weather News: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Weather: આજે પહેલી ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે.

Weather News

Weather News: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હોવાની વાત સામે આવી છે, આજે રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે, વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદે વિરામ લીધો છે, આજથી તાપમાન 1 - 2 ડિગ્રી ઊંચકાવવાની આગાહી પણ કરવામાં આવી છે, ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 33.2 ડિગ્રી, અમદાવાદમાં 30.7 ડિગ્રી, ગાંધીનગરમાં 30.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

દેશભરના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારતના હવામાન વિભાગે આ ચોમાસાના બીજા તબક્કામાં એટલે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પ્રમુખ ડો. મૃત્યુંજય મહાપાત્રા અનુસાર, દેશના મોટાભાગના વિસ્તારમાં ઓગસ્ટમાં સામાન્ય અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. જો કે પૂર્વોત્તર અને તેને અડીને આવેલા પૂર્વી ભારત, મધ્ય ભારતના કેટલાક ભાગ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જોઈએ.

ગુજરાતના આ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરી છે, પરંતુ કોઈ મોટી ચેતવણી જારી કરી નથી. 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 62.85% વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો કૂલ 62.85% વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 55.09, કચ્છમાં 64.16, ઉત્તર ગુજરાતમાં 65.26, મધ્ય ગુજરાતમાં 64.82 અને દક્ષિણ ગુજરાતમાં 66.75% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો સોરાષ્ટ્ર ઝોનમાં વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X