Weather forecast : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ સાથે વાવાઝોડાનો ખતરો
Weather forecast : હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી છે.
હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસરરૂપે હવામાન વિભાગ દ્વારા વિવિધ બંદરો પર સાવચેતીના સિગ્નલ લગાવાયા છે. આગામી 24 કલાક માટે વેરાવળ સહિત અન્ય બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સાગરમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. આ સિસ્ટમ આગામી 3 કલાકમાં ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. વધુમાં આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ (અતિ ગંભીર ચક્રવાત) માં ફેરવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમને કારણે ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
