પાટણ જિલ્લામાં આજથી મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો!
આગામી નજીકના સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે, આ લોકશાહીના મહાપર્વમાં પુખ્ત વયના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તેને લઇને તંત્ર દ્વારા તૈયારી આરંભી દીધી છે.
આગામી નજીકના સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે, આ લોકશાહીના મહાપર્વમાં પુખ્ત વયના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તેને લઇને તંત્ર દ્વારા તૈયારી આરંભી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી મતદાર સુધારણા કાર્યક્રમ ચાલશે. જેમાં 18 વર્ષથી ઉપરના યુવક યુવતીઓ મતાધિકાર મેળવવા મતદાતા તરીકે નોંધણી કરાવી શકશે.

પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ 18 વર્ષથી વધુ વયજૂથમાં આવતા તમામ લોકોને મતદાર તરીકે નોંધણી કરવા અપીલ કરી છે. જે વ્યક્તિ 1લી ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ થતાં હોય તે વ્યક્તિ મતદાર તરીકે મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું કે સ્થળાંતર થયેલું હોય તેમના રદ કરી શકાશે. જ્યારે સ્થળાંતરના કારણે એક મતવિસ્તાર થી બીજા મતવિસ્તારમાં નોંધાવવુ હશે કે નામની કે અન્ય વિગતોમાં કાંઈ ફેરફાર કરવાનો હશે તો જરૂરી આધાર પુરાવા સાથે કરી શકાશે.
લોકોને પોતાના ઓળખકાર્ડ સંબંધી કોઇ સુધારા કે અન્ય સેવા બાબતે ઓનલાઈન વોટર હેલ્પલાઈન એપની સુવિધા કરવામાં આવી છે. જેના કારણે લોકોને મુશ્કેલી ન પડે અને સમયનો પણ બચત થાય. BLO મારફતે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ રજૂ કરી શકાશે. આ દિવસો દરમિયાન BLO ઘેર-ઘેર તપાસણી માટે પણ આવશે આ એક મહિનાના રવિવારના દિવસોએ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ અપીલ કરી છે કે દેશની લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મત આપવો જરૂરી છે. જેથી જે પણ લોકો 18 વર્ષ કે તેથી ઉપરના હોય તેઓએ અચૂક મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવી જોઈએ. જેથી આગામી ચૂંટણીમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે 18 વર્ષથી વધુ વયની બહેનોના મતદાતા તરીકેની નોંધણી ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. જેથી ગામડાની બહેનો પણ પોતાનો મતાધિકારનો હક મેળવે તે માટે તમામ લોકોએ આ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત પોતાના મતદાતા તરીકે નોંધણી કરાવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
