ડે. ચૂંટણી કમિશનરે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા કરી
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર : ભારતના ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશ્નર વિનોદ ઝુત્સી આજે સવારે ગુજરાત આવી પહોંચ્યા હતા. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા ઝુત્સીના આગમન સાથે જ મતદાર યાદી કાર્યક્રમમાં ધમધમાટ વધી ગયો છે. આજે સવારે ગાંધીનગર પહોંચ્યા બાદ તેમણે ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી અનિતાબેન કરવાલ તથા અન્ય અધિકારીઓ સાથે મીટીંગો યોજી હતી.
આ પછી સવારે 10 વાગ્યાથી રાજકોટ સહિત રાજયના કલેકટરે, ડેપ્યુટી કલેકટરો કે જેઓ ઇઆરઓ તરીકે પણ નિમાયેલા છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સ શરૂ કરી હતી. કોન્ફરન્સની સાથે વિનોદ ઝુત્સીએ જીલ્લા વાર મતદાર યાદી કાર્યક્રમમાં થયેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી છે.

તેમણે મતદાર યાદી કાર્યક્રમમાં કોઇ કચાશ ન રાખવા, મતદાર ઓળખપત્ર કાર્ડની કામગીરી 100 ટકા પૂર્ણ કરવા, આવનાર લોકસભા ચૂંટણી અન્વયે સ્ટાફની માહિતી કવર કરી લઇ ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા, નવા મહિલા મતદારો વધુને વધુ ઉમેરવા તથા આંગણવાડી - મધ્યાહન ભોજન કેન્દ્રો તથા અન્ય સ્ત્રોત કે જયાંથી નવા મહિલા મતદારો વધુને વધુ નામ નોંધાવી શકે તે અંગેની સવિશેષ કાર્યવાહી કરવા ખાસ સુચના આપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ઝુત્સીએ બપોરે ત્રણ વાગ્યા સુધી વિડિયો કોન્ફરન્સની મદદથી રાજ્યના ચૂંટણી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
