Video : જામનગરમાં બીજેપીના જ બે મહિલા નેતા વચ્ચે જાહેરમાં બબાલ, જાણો શું છે પુરી ઘટના?
જામનગરમાં બીજેપીના મહિલા નેતાઓ વચ્ચે મોટી બબાલ સામે આવી છે. અહેવાલો અનુસાર, મારી માટી, મારો દેશ કાર્યક્રમમાં બીજેપીના ત્રણ મોટા મહિલા નેતા સામસામે આવી ગયા હતા.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. ત્યારબાદ પૂનમ માડમની એન્ટ્રી થાય છે. વીડિયોમાં જામનગર એસપી અને કમિશનર મામલો થાળે પાડતા જોઈ શકાય છે.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ થયુ નથી કે આ બબાલ કેમ થઈ? મારી માટી, મારો દેશ કાર્યક્રમ કોઈ કારણસર રિવાબા જાડેજા ગુસ્સે ભરાયા હતા. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર વરસતા જોઈ શકાય છે. આ દરમિયાન સાંસદ પુનમ માડમ વચ્ચે પડ્યા હતા. જો કે રિવાબાએ તેમને પણ ન છોડ્યા અને બીનાબેનનો ગુસ્સો તેમના પર ઠાલવી દીધો.
#gujarat #jamnagar ના @BJP4Gujarat mla @rivaba4_Bjp આમ તો પ્રથમ વાર mla બન્યા છે પણ જાહેર માં પોતાના જ પાર્ટીના સિનિયર સાથે કેવી રીતે વર્તન કરવું એનું "પ્રશિક્ષણ" કદાચ મળ્યું નથી. સાંસદ @PoonambenMaadam તથા જામનગર ના મેયર સાથે જાહેર માં તું તું મેં મેં@BJP4Gujarat લેશે પગલાં? pic.twitter.com/zu2F21lyND
— kinjal mishra (@kinjalmishra211) August 17, 2023
વીડિયોમાં રિવાબા જાડેજા પૂનમ માડમને કહી રહ્યા છે કે સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
