Video: ગામમાં ઘૂસીને સિંહે કર્યુ ગાયનુ મારણ, પછી ગાયોના ઝૂંડે પલટવાર કર્યો તો ભાગ્યો
અમરેલીના એક ગામમાં ગાયો પર એક સિંહે આવીને હુમલો કરી દીધો જેના કારણે ત્યાં અફડા-તફડી મચી ગઈ. જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો.
અમરેલીઃ ગામના પાદરે બેઠેલી ગાયો પર એક સિંહે આવીને હુમલો કરી દીધો જેના કારણે ત્યાં અફડા-તફડી મચી ગઈ. સિંહે એક વાછરડાને ઝપટી લીધુ અને તેની ગરદનમાં તેના અણીદાર દાંત ઘૂસાડી દીધા. વાછરડુ તરફડવા લાગ્યુ. તેના કણસવા પર બાકીની ગાયો ત્યાં એકઠી થઈ ગઈ અને સિંહ તરફ આગળ વધવા માંડી. એક સાથે ઘણી ગાયોને આવવા જોઈને સિંહ ઉભી પૂંછડીયે ભાગ્યો. જો કે, વાછરડુ ન બચી શક્યુ. ગાયોનુ ઝુંડ ત્યાંથી જતુ રહ્યા પછી સિંહ ત્યાં ફરીથી આવી ગયો અને વાછરડાને મારીને ખાઈ ગયો.

અમરેલીના એક ગામની ઘટના
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ઘટના ગુજરાતના અમરેલી જિલ્લાના એક ગામની છે જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. એ સીસીટીવીમાં સિંહના હુમલાની આખી ઘટના કેદ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયો પર શું વીત્યુ. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અમરેલી એ જ જિલ્લો છે જ્યાંના જંગલોમાં મોટી સંખ્યામાં સિંહો રહે છે. સિંહો ભોજનની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે. અહીંના ગામમાં પણ જંગલોની પાસે વન છે. એવામાં જંગલી જાનવરોના હુમલા થતા રહે છે.

રાતે ઘણી વાર આવે છે અહીં સિંહ અને ચિત્તા
ગામને એક વૃદ્ધે જણાવ્યુ કે મોટાભાગના માંસાહારી પશુઓ રાતના સમયે આવે છે અને તે પાલતુ પશુઓનો શિકાર કરે છે. સિંહ, ચિત્તા અને શિયાળ અહીં ઘેટા-બકરા, ગાય-ભેંસને ફાડી ખાય છે. ઘણી વાર તો તેમણે માનવોને પણ કોતરી ખાધા છે. હાલમાં જે એક સિંહ જ્યારે ગામમાં ઘૂસ્યો અને તેના પર લોકોની નજર પડી તો બૂમાબૂમ થઈ ગઈ. જો કે કોઈને તેને ભગાડવાની હિંમત ન થઈ. ગામના પાદરે ત્યારે ગાયોનુ ઝુંડ બેઠુ હતુ અને સિંહે તેમના પર જ હુમલો કર્યો.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના
સિંહના હુમલામાં એક ગાયનુ મોત થઈ ગયુ. જો કે વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યુ છે કે ગાયોના ઝુંડે પલટવાર કર્યો તો સિંહ ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સ્થળેથી ગાયોનુ ઝુંડ જતુ રહ્યા પછી સિંહ ત્યાં ફરીથી પાછો આવ્યો. તેણે મોત સામે ઝઝૂમી રહેલી એક નાની ગાયને ખાઈ લીધી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
