પાલનપુર ખાતે વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઇ
દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઇ હતી.
અહીં ૨૧ જેટલાં ઔધોગિક એકમોએ ૩૮૨.૯૦ કરોડના એમઓયુ કર્યા હતા. જેનાથી ૧૧,૩૩૬ લોકોને ઘરઆંગણે રોજગારી મળશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા ૨૧૦૦ કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

આના માટે એમઓયુ ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે. જેનાથી ૧૦૯૪ જેટલી રોજગારીની તકો ઉભી થશે.
અહીં શંકર ચૌધરીએ જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી શરૂઆત થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છે. આવનારો સમય બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ખુબ મહત્વનો ગણાવી હશે.
તેમણે કહ્યું કે, આ જિલ્લાના યુવાનોમાં આગવી આવડત અને કુનેહ છે. આ જિલ્લામાં ખુબ મોટી ઓપરર્ચ્યુનિટી સાથે અહીંના રણમાં ગ્રીન હાઇડ્રોજન છે. જે આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લાને સુખી-સમૃધ્ધ જિલ્લો બનાવશે.
તેમણે કહ્યું કે, એક સમયે આરબ દેશોમાં માત્ર રણ હતું, એમને ખબર જ નહોતી કે આ જમીનની નીચે ખનીજ તેલના ભંડારો પડ્યા છે એવી જ રીતે આપણા જિલ્લાનું રણ ગ્રીન હાઇડ્રોજનનું હબ છે. રાજ્ય સરકારની સોલાર પોલીસીથી આ વિસ્તારની કાયાપલટ થઇ શકે છે.
તેમણે કહ્યું કે, આ જિલ્લામાં જે વિસ્તારમાં પાણી નથી ત્યાંના ખેડુતો પોતાની જમીન સોલાર કંપનીઓને ૨૦ કે ૨૫ વર્ષ સુધી ભાડે આપીને તેમની પાસેથી સારી આવક મેળવી શકે છે. છેલ્લા ૫૦ વર્ષમાં જે વિકાસ થયો છે એટલો જ વિકાસ માત્ર પાંચ વર્ષના ટુંકાગાળામાં થયો છે.
બનાસ ડેરીને ૪,૦૦૦ કરોડના ટર્નઓવરે પહોંચતા ૫૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જ્યારે છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૦૦૦ કરોડનું ટર્નઓવર થયું છે એ મેનેજમેન્ટને કારણે શક્ય બન્યું છે. બનાસ ડેરીમાં જાપાનની TQM તાલીમ પધ્ધતિથી તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે, જેના કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થયો છે.
આજે દેશ અને દુનિયામાંથી લોકો મેનેજમેન્ટ શિખવા બનાસ ડેરીમાં આવે છે. દૂધમાંથી પ્રોટીન અલગ કરી શકાય એવી વિશ્વનો સૌપ્રથમ પ્રોટીન પ્લાન્ટ બનાસ ડેરીમાં શરૂ કરવામાં આવ્યો છે. જાપાનની મારૂતિ સુઝુકી કંપનીએ બનાસ ડેરી સાથે રૂ. ૨૫૦ કરોડના એમ.ઓ.યુ કર્યા છે.
આ સમિટમાં ઉધોગ, બેંકીગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની ઔધોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમિનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન અને પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. તેમજ B2B, B2C તથા B2G બેઠકો યોજાઇ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
