વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉર્જા ક્ષેત્ર ફરીવાર રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે?

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો દર ધ્યાનમાં રાખીએ તો આવનારા વર્ષોમાં ઉર્જા એટલે કે વીજળીની માગ વધશે. વધતી માંગને પહોંચી વળવા અને ઉર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રાપ્ત કરેલી સ્વનિર્ભરતા ટકાવી રાખવા માટે ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધારે રોકાણ થાય અને નવા પ્લાન્ટ શરૂ થાય તે જરૂરી બન્યું છે.
આંકડાકીય માહિતી પર નજર કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011માં પાવર સેક્ટરમાં સૌથી વધારે 18 ટકા રોકાણ થયું હતું. પછીના ક્રમે 12 ટકા રોકાણ અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં થયું છે. જ્યારે ગુજરાત સરકાર જેને સૌથી વધારે મહત્વ આપી રહી છે તેવા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 3 ટકા રોકાણ થયું હતું. બે વર્ષ બાદ પરિસ્થિતિ જોઇએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણની અપાર તકો રહેલી છે.
આજે ગુજરાત વીજળી ક્ષેત્રે સ્વનિર્ભર બન્યું છે. ગુજરાત કોઇ પણ કાપ વિના બિઝનેસ ક્ષેત્રને વીજળી પૂરી પાડવા સક્ષમ છે. ગુજરાતની કુલ ઉર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 16 ટકા છે. આ બાબત રાષ્ટ્રીય સ્તરે જોઇએ તો ભારતના પશ્ચિમ ઝોનમાં રિન્યુએબલ એન્ર્જી ક્ષેત્રે ગુજરાતનો હિસ્સો 44 ટકા અને સમગ્ર દેશમાં 14 ટકા છે.
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અપાર તકો રહેલી છે તેના તર્ક આ મુજબ છે.
|
ઉર્જા સ્રોત |
કુલ ક્ષમતા ભારત (મેગાવોટ) |
કુલ ક્ષમતા ગુજરાત (મેગાવોટ) |
ગુજરાતમાં આરઇની કુલ ક્ષમતા અને પુરું થયેલું ઇન્સ્ટોલેશન (ટકામાં) |
|
પવન ઉર્જા |
45,000 |
10,000 |
25.8 |
|
સૌર ઉર્જા |
> 1,00,000 |
69,000 |
0.9 |
|
બાયોમાસ ઉર્જા |
17,000 |
1,900 |
1.6 |
ગુજરાતમાં પવન ઉર્જા ક્ષેત્રે ક્ષમતાના 25 ટકા ઇન્સ્ટોલેશન થઇ ચૂક્યું છે. બાયોમાસ ક્ષેત્રે પણ ક્ષમતાના 1.6 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. જ્યારે સૌર ઉર્જા ક્ષેત્રે 100 ટકામાંથી માત્ર 0.9 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. આમ સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવાની અપાર તકો રહેલી છે.
ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં આ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે પ્રયત્ન કરશે ત્યારે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલું રોકાણ આકર્ષી શકાય છે તે અંગે સૌની નજર રહેલી છે. નોંધનીય બાબત છે કે ગુજરાતમાં મે 2012માં પાટણ જિલ્લાના ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો 500 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પાર્ક કાર્યરત બન્યો હતો. આ સાથે ગુજરાતમાં 64 ડેવલપર્સ સાથે કુલ 654.81 મેગાવોટ સોલર પાવર ક્ષમતાનું ઉત્પાદન શરૂ થઇ ચૂક્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
