વાઇબ્રન્ટ ગુજરાત-2024 પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે
વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે વાઈબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય રોડ શૉના ભાગરૂપે 7 નવેમ્બરે દક્ષિણ કોરિયામાં સિઓલની મુલાકાત લીધી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, IAS દ્વારા કરવામાં આવ્યું હતું.
વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગિતાએ ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે સહકાર, નવીનતા અને રોકાણના માર્ગો શોધવાની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

રિપબ્લિક ઓફ કોરિયામાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉએ બંને દેશો વચ્ચે ચર્ચા અને મજબૂત સંબંધો માટે મંચ પૂરો પાડ્યો હતો. મજબૂત વ્યાપારી સંબંધો અને અવારનવાર રાજદ્વારી મુલાકાતો ગુજરાત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ટકાવી રાખે છે.
રિપબ્લિક ઓફ કોરિયા સાથે ભારતના સંબંધો ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાન, પરસ્પર સદ્ભાવના અને સહિયારા હિતોના કારણે સાચા અર્થમાં બહુપક્ષીય બન્યા છે.
કોત્રાના ડાયરેક્ટર જનરલ યુન યંગ યાંગ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરિયામાં ભારતના રાજદૂત અમિત કુમારે વિશેષ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
સત્ર દરમિયાન અમિત કુમારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે દક્ષિણ કોરિયાના કન્ફર્મેશનની જાહેરાત કરી હતી, જે દક્ષિણ કોરિયાના રોડ શૉમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હતો.
આ પછી રોડ શૉ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમાર, IAS દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં રહેલી ક્ષેત્રીય તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો.
આ સાથે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેઓએ ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટિમાં ઉપલબ્ધ તકો વિશે પણ ટૂંકમાં ચર્ચા કરી હતી.
ત્યારબાદ ગુજરાતમાં સફળ કામગીરી અને અનુભવ ધરાવતી કોરિયન એન્ટિટી, કુકડો કેમિકલ્સના ડિરેક્ટર સિયાન એસ. એચ. ઓહ દ્વારા ગુજરાત અંગેના તેમના અનુભવો શેર કરવામાં આવ્યા. સિયાને એ બાબતની પ્રશંસા કરી કે કેવી રીતે ગુજરાત સરકારે જમીનની ઓળખથી લઈને વ્યાપારી ઉત્પાદન શરૂ કરવા સુધીની તમામ બાબતો માટે સંપૂર્ણ સહયોગ આપ્યો.
તેમણે ગુજરાતની રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ નીતિઓ અને સક્રિય વહીવટ પર પણ ભાર મૂક્યો. HOPS હેલ્થકેરના વિવેક પટેલ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. તેમણે ઉભરતા હેલ્થકેર ટેક્નોલોજી ક્ષેત્રે દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના સંભવિત સહયોગ અંગે વાત કરી હતી. એલ એન્ડ ટી ડિફેન્સના વડા સંજીવ મુલગાંવકરે એલ એન્ડ ટી ડિફેન્સ અને અગ્રણી કોરિયન કંપની હનવાહ વચ્ચેની ભાગીદારીની સફળતા વિશે વાત કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વિશ્વેશ વચ્છરાજાની અને અનિસ દેસાઈએ ગુજરાતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સફર દર્શાવી હતી.
મહિન્દ્રા કોરિયાના વરિષ્ઠ સલાહકાર અને ICCK ના બોર્ડ મેમ્બર ડૉ. ઇનબોમ ચોઈ અને ટિપ્સન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જીતેન્દ્ર શાહ દ્વારા કાર્યક્રમમાં સંબોધન કરવામાં આવ્યું. નેશનલ એસેમ્બલીના 20મા સભ્ય સેંગ તાઈ કિમે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા પર આધારિત ફોર ધ પીપલ નામના પુસ્તકના તેમના દ્વારા અનુવાદિત સંસ્કરણ અંગે વાત કરી હતી.
તેમણે દક્ષિણ કોરિયામાં ભારતના હીઝ એક્સલન્સી એમ્બેસેડર અને ગુજરાત સરકારના અગ્ર સચિવ IAS શ્રી અશ્વિની કુમારને પણ આ પુસ્તકની ભેટ આપી.
પ્રતિનિધિમંડળની દક્ષિણ કોરિયાની મુલાકાતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ દરમિયાન દક્ષિણ કોરિયા અને ગુજરાત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા જોવા મળી હતી. આ મુલાકાતમાં પ્રતિનિધિમંડળને ગુજરાતના ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર, વિવિધતા અને પ્રગતિશીલ હેતુઓ દર્શાવવાની તક મળી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
