થરાદ બેઠક પર હાઇ પ્રોફાઇલ જંગમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
થરાદ બેઠક પર હાઇ પ્રોફાઇલ જંગમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ રહી છે. ત્યારે, ઉત્તર ગુજરાતની બેઠકો બીજા તબક્કામાં છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર હાઇ પ્રોફાઇલ જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપમાંથી કદ્દાવર નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી શંકર ચૌધરી મેદાનમાં છે. ત્યારે, કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપુતને મેદાનમાં ઉતાર્યા છે.

થરાદ વિધાનસભા બેઠક પર સામાન્ય રીતે પરબત પટેલ ભાજપ માંથી ચૂંટાતા આવ્યા છે. પરંતું, 2019માં લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાતાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે ભાજપના ઉમેદવારને હરાવી આ સીટ અંકે કરી હતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરી અને ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્રો ભરવાના સમયે બંને રાજકીય પક્ષોએ બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરી શક્તિ પ્રદર્શન કર્યા હતા. પરંતું, શંકર ચૌધરીને સ્થાનિક ન હોવાનું અને પરબત પટેલની નારાજગી ભારે પડી શકે છે. જો સ્થાનિક પટેલ મતદારો નારાજ થાય તો શંકર ચૌધરીની જીત મુશ્કેલ થઇ શકે છે. ત્યારે, બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત માટે ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતિ છે. ગુજલાબસિંહ માટે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમ પર છે. કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને સ્થાનિક હોદ્દેદારોની નારાજગી દૂર ન થાય તો ગુલાબસિંહ માટે જીતવું અઘરુ સાબિત થઇ શકે છે. આ રીતે, બંને રાજકીય પક્ષોમાં ઉભી થયેલ રાજકીય ડેમેજ કંટ્રોલ કરવામાં જે પક્ષ સફળ થશે તે વિજયી સાબિત થઇ શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
