વાહનચાલકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો

વાહનચાલકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો

અમદાવાદની આસપાસ આવેલા સરદાર પટેલ રીંગ રોડ પર યુવતીઓને ઉભી રાખીને તેમને લીફ્ટ આપનાર વ્યક્તિને પોલીસ તરીકે ઓળખ આપીને નાણાં પડાવવાનો ગુનો આચરતી ગેંગને બે દિવસ પહેલા સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપી લીધી હતી. જેમાં બે હોમગાર્ડના જવાન અને બે મહિલાઓ હતી. જો કે અન્ય એક સાગરિત હિતેષ જોષી ફરાર થઇ ગયો હતો. જેને સોલા પોલીસે ઝ઼ડપી લીધો હતો.

ahmedabad

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત 18મી એપ્રિલના રોજ દર્શીત પટેલ (31) રહે. હરિઓમ વિલા, બોપલ પોતાની કાર લઇને સાયન્સ સીટી સરદાર પટેલ રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બે મહિલાઓએ તેમની પાસે લીફ્ટ માંગી હતી અને વૈષ્ણદેવી સર્કલ પાસે ઉતારી દેવા માટે રજુઆત કરી હતી. જેથી દર્શીતે લીફ્ટ આપી હતી. જો કે ગાડી થોડેદુર આગળ વધી ત્યારે એક અર્ટીગા કારને ડ્રાઇવરે દર્શીતની કારને ઓવરટેક કરીને કારને રોકાવી હતી અને તેમાંથી ખાખી કપ઼ડા પહેરેલા બે વ્યક્તિ બહાર આવ્યા હતા અને તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને કહ્યુ હતુ કે તમે કારમાં મહિલાઓ સાથે અભદ્ર્ વર્તન કરો છો. તમારી સામે પોલીસ કાર્યવાહી કરવી પડશે.

બાદમાં બંને મહિલાઓને રવાના કરાવી દીધી હતી અને દર્શીતને કાર પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું હતું. જો કે બાદમાં સેટલમેન્ટના ભાગરૂપે 1.50લાખની માંગણી કરી હતી અને માર મારીને 25000 લઇને નાસી ગયા હતા. જો કે બનાવ અંગે કોઇને જાણ કરી નહોતી. જો કે બે દિવસ બાદ દર્શીત કારને લઇને બોપલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે બંને મહિલાઓને રીંગ રોડ પર ઉભેલી જોઇ હતી અને બાજુમાં એક અર્ટીગા કાર ઉભી હતી પણ દર્શીતને જોઇને કારમાં નાસી ગયા હતા. દર્શીતે પીછો કરીને પોલીસને જાણ કરી હતી અને જેમાં હેબતપુર પાસે બંને મહિલાઓ કારમાંથી ઉતરી નાસી ગઇ હતી. પોલીસે રીક્ષામાં નાસી રહેલી બે મહિલા કંચન પરીમલ રહે. વિવેકાનંદનગર વટવા, રાધીકા દીક્ષીત રહે. ચાંદખેડાને ઝ઼ડપી લીધા હતા. બાદમાં પોલીસે બાતમીને આધારે યોગેશ જારેવાલ અને ગેમર પરમારને પણ ઝ઼ડપી લીધા હતા. જે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં હોમગાર્ડ તરીકે કામ કરતા હતા અને નકલી પોલીસ બનીને લોકો પાસેથી નાણાં પડાવતા હતા.

જો કે કાર ચાલક હિતેષ જોષી રહે. ન્યુ પરિમલ સોસાયટી ચાંદખેડા ફરાર થઇ ગયો હતો. જેને રવિવારે સાંજે કાર સાથે ઝડપી લીધો હતો. પોલીસ માની રહી છે કે આ ગેંગ દ્વારા અનેક લોકોને લૂંટવામાં આવ્યા છે. જેની વિગતો તપાસ દરમિયાન બહાર આવી શકે તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X