છોટા ઉદેપુરના બોડેલીમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું સ્વાગત કરાયું
છોટા ઉદેપુરના બોડેલીમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું સ્વાગત કરાયું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામે ગામના સરપંચ અને અન્ય નાગરિકો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે ગડોથ ગામે આવી પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સામૈયું કરી દબદબાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં પણ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગ બે રથની ફાળવણી કરવામાં આવી છે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના સ્વાગત બાદ વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના સ્વાગત માટે ઉપસ્થિત સરપંચ પ્રકાશ રાઠવા અને અન્યોએ સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓની કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસયાત્રા શરૂ કરવામાં આવી છે. રાજયના અંતરિયાળ વિસ્તારમાં વસતા રહેતા લોકોને પણ રાજય સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે એ માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
