ધરમપુરમાં આજથી 3 દિવસ ગુજરાત સરકારની ચિંતન શિબિર યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં વલસાડ જવા રવાના
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં જોડાશે. CM સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સરકારી વાહનને બદલે 'વંદે ભારત' ટ્રેનમાં સામૂહિક પ્રવાસ દ્વારા ધરમપુર જવા રવાના, થીમ: 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'.

ગુજરાત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આજથી, 27 નવેમ્બરથી 29 નવેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાવા જઈ રહી છે. આ શિબિરમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે.
CM અને મંત્રીમંડળ વંદે ભારત ટ્રેનમાં વલસાડ જવા રવાના
વહીવટમાં સાદગી અને સામૂહિકતાનો સંદેશ આપતાં, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત તમામ વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ એક અનોખી પહેલ કરી છે.
તમામ ઉચ્ચ અધિકારીઓ પોતાના સરકારી વાહનોને બદલે ભારતીય રેલ સેવાની 'વંદે ભારત' સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી ધરમપુર જવા માટે સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું હતું.
'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'
PM નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત અને અસરકારક બનાવવાના હેતુથી વર્ષ 2003માં ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરાને આગળ ધપાવતાં, આ વર્ષની શિબિરની થીમ 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ' રાખવામાં આવી છે. આ શિબિરમાં પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી, પારદર્શકતા અને સંવેદનશીલતાની નવી દિશા આપવા પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ ત્રણ દિવસીય શિબિરમાં રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ, યોજનાઓનો અસરકારક અમલ અને વહીવટમાં સુધારા પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
