વલસાડી હાફૂસનું ઉત્પાદન ખેડૂતો બંધ કરી શકે છે

તાજેતરમાં આશરે 100 જેટલા ખેડૂતો જે વલસાડી હાફૂસનું ઉત્પાદન કરે છે તે લોકોએ ઉમરસાડી ખાતે એક બેઠક બોલાવી હતી જેમાં કેરીના જુદા પાકના ઉત્પાદનના વિકલ્પો ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ મુજબના અહેવાલો પગલે કેરીના શોખીન લોકોને પણ ફટકો પડયો છે. આશરે 10 વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કુલ કેરીના ઉત્પાદન પૈકી 30 થી 35 ટકા ઉત્પાદન હાફૂસ કેરીનું હતું પરંતુ તેમા સતત ઘટાડો થઇ રહ્યો છે. આ વર્ષે કુલ ઉત્પાદન પૈકી 6.5 ટકાથી પણ ઓછું ઉત્પાદન રહેવાની શકયતા છે.
આ સમગ્ર બાબત અંગે ખેડૂતોનું કહેવું છે કે હાફૂસની સિંચાઇ પર પ્રતિ હેકટર 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આના બદલે રિટર્ન 18 થી 20 હજાર રૂપિયા મળે છે. આ માત્ર પ્રાથમિક તબકકામાં છે પરંતુ સ્થિતિ વધારે ખરાબ બનવાની શકયતા છે. સામાન્ય રીતે નવસારી જિલ્લામાંથી આ માર્કેટમાં કેરીનું વર્ચસ્વ 38 લાખ કિલોગ્રામની આસપાસ રહે છે જે પૈકી 10 લાખ કિલો હાફૂસ હોય છે. ગયા વર્ષે ઉત્પાદન 16.5 લાખ કિલોગ્રામ હતું અહી કેસરની હિસ્સેદારી 12 લાખ કિલોગ્રામની છે. વલસાડમાં કુલ કેરીના ઉત્પાદનમાં સિઝનમાં વધારો થયો છે.
તલાલા યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ
ગુજરાતનું અમૃતફળ ગણાતી કેસર કેરીની આવક હવે બજારમાં શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ગીર વિસ્તારની કેસર કેરી ગુજરાતી પ્રજામાં અત્યંત લોકપ્રિય છે. કેસર કેરીનો ગઢ ગણાતું ગીરનું તલાલા યાર્ડ કેસર કેરીની હરાજીમાં હંમેશા આગળ રહ્યું છે. 16 એપ્રિલથી શરૂ થયેલી કેસર કેરીની હરાજી દરમિયાન ગઈકાલે સૌથી વધુ કેરીના 13,000થી વધારે બોક્સની આવક તલાલા યાર્ડમાં થવા પામી હતી. પંદર દિવસમાં કેરીની આવક એક લાખ બોક્સની ગણતરીને પાર કરી ગઈ છે. કેરીના ભાવ ઉંચામાં ઉંચા 530 અને નીચામાં નીચા 185 રહ્યા છે.
તલાલા યાર્ડમાં હવે કેરીની આવક વધવા લાગી છે. કેરીનો આગોતરો પાક પ્રતિકૂળ વાતાવરણના કારણે નુકસાન પામ્યો હતો પરંતુ આ વખતે કેરીની સિઝન લાંબી ચાલશે અને બીજા તબક્કાનો પાકનું પ્રમાણ વધશે. પાછોતરો પાક વધુ થવાના કારણે ધીમેધીમે બીજા તબક્કાના પાકની આવક શરૂ થવા લાગી છે. ગઈકાલે તલાલા યાર્ડમાં 13,080 બોક્સની આવક થઈ હતી અને પંદર દિવસમાં કુલ 1,09,905 પ્રતિ 10 કિલોવાળા બોક્સની આવક થઈ ચૂકી છે. આમ હવે લોકોમાં કેરી ખાવાનો સમયગાળો શરૂ થઈ ગયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
