વડોદરાઃ પોલિસની PCR વાનમાં ટિકટોક વીડિયો બનાવનાર બે યુવકોની ધરપકડ
સોશિયલ મીડિયાની લેટેસ્ટ એપ ટિકટોકનુ લોકોમાં હમણાંથી ખૂબ જ ઘેલુ લાગ્યુ છે. પરંતુ તેમાં રોજેરોજ એવા બનાવો પણ સામે આવી રહ્યા છે જેમાં ટિકટોકનો દૂરુપયોગ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયાની લેટેસ્ટ એપ ટિકટોકનુ લોકોમાં હમણાંથી ખૂબ જ ઘેલુ લાગ્યુ છે. પરંતુ તેમાં રોજેરોજ એવા બનાવો પણ સામે આવી રહ્યા છે જેમાં ટિકટોકનો દૂરુપયોગ થઈ રહ્યો છે. વડોદરાના લક્ષ્મીપુરા પોલિસ મથકની પીસીઆર વાનમાં બેઠેલા યુવકનો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલિસ દોડતી થઈ ગઈ હતી. પોલિસે ટિકટોક વીડિયો બનાવનાર બે યુવકોની અટકાયત કરી હતી. મહત્વનુ છે કે વડોદરા શહેરમાં પોલિસ પીસીઆર વાનમાં યુવકે બનાવેલો ટિકટોક ક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયોમાં એક યુવક પીસીઆર વાનમાં બેઠેલો હતો અને અન્ય એક યુવકે બહારથી તેનો ટિકટોક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જીજે06 અને જી1807 10 નંબરની પીસીઆર વાન દેખાઈ હતી જે લક્ષ્મીપુરા પોલિસ મથકની હોવાનુ સામે આવ્યુ હતુ. વાયરલ થયેલા આ વીડિયોની જાણ થતાં જ પોલિસે તપાસ હાથ ધરી હતી. આ વીડિયો મિસ્ટર કમીના ક્યુટ જૉલી નામના અકાઉન્ટ પરથી ફરતો થતાં પોલિસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
Recommended Video

તપાસ દરમિયાન લક્ષ્મીપુરા પોલિસે ગોત્રી વિસ્તારમાં રહેતા ઘનશ્યામ જોશી અને કિરણ માહેરની અટકાયત કરી હતી. લક્ષ્મીપુરા પોલિસના જણાવ્યા અનુસાર એક અરજીની તપાસમાં યુવકને સરનામુ બતાવવા સાથે લઈ જતા હતા. આ વીડિયો બંને યુવકોએ લક્ષ્મીપુરા-અમૃતનગર પાસે બનાવ્યો હોવાની માહિતી મળી હતી.












Click it and Unblock the Notifications
