મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૩ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા
દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા 'વીરો'ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન 'મારી માટી મારો દેશ'નો પ્રારંભ તા.૦૯/૦૮/૨૦૨૩ કરાયો હતો. જેમાં આજ દિન સુધી આ અભિયાનમાં ૧૩,૬૯,૨૦૧ થી વધુ રાષ્ટ્રભક્તો જોડાઇ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ અભિયાન અંતર્ગત પાંચ થીમ આધારીત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં ચોથા દિવસે રાજ્યના ૧૦૭૪ ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત ૧,૩૧,૧૪૭ દેશવાસીઓએ સહભાગી થયા હતા.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા વીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવા તથા દેશવાસીઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય તે માટે આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો હતો. જેને આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ અભિયાનના ચાર દિવસો દરમિયાન ૧૧,૯૧૦ ગ્રામ પંચાયતોમાં પાંચ થીમ આધારીત કાર્યક્રમો ગ્રામીણ કક્ષાએ યોજાયા હતા. જેમાં ૧૧,૩૭૯ શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં ૮,૮૫,૮૫૫ રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર ૨૯,૩૭૪ શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની ૮,૮૪,૬૨૬ સેલ્ફીઓ અપલોડ થઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
