ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હવામાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જેને કારણે ઉનાળો છે કે ચોમાસું તે કહેવું મુશ્કેલ બન્યું છે.
તાજેતરમાં થયેલા માવઠાથી ખેડૂતોને માંડ હાશકારો થયો હતો, ત્યાં ફરી હવામાન વિભાગ અને જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. ભુજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે આગામી દિવસોમાં વધુ વ્યાપક બનશે.

આગાહી અનુસાર, 29 અને 30 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું પડી શકે છે. 29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના છે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે; કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ માવઠાની શક્યતા છે.
આ કમોસમી વરસાદનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) છે. હવામાન વિભાગના મતે, 28મી માર્ચથી 2જી એપ્રિલ દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા છે.
આ સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. આ પશ્ચિમી વિક્ષોભના કારણે જ સમગ્ર દેશમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં મોટા હવામાન પલટા માટે ચેતવણી જારી કરી છે. બે સક્રિય પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે, ઉત્તર ભારત, ઉત્તરપૂર્વ અને મધ્ય ભારત સહિત લગભગ 22 રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચેતવણી અનુસાર, 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન સક્રિય થનારું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોને પણ અસર કરશે. ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અન્ય કેટલાક વિસ્તારોમાં 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઉભા પાક માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
કમોસમી માવઠા પહેલા રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ અનુભવાશે. 28 માર્ચ આસપાસ પવનોની દિશા બદલાવાને કારણે ગરમીમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આમ, ગુજરાતીઓને પહેલા અસહ્ય ગરમી અને પછી અચાનક કમોસમી વરસાદનો સામનો કરવો પડશે તેવી શક્યતા છે.
-
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
