અલ્પેશ ઠાકોરની થઇ અટક, દલિત પેન્થર દ્વારા ગુજરાત બંધનું એલાન
ઉનામાં દલિતને માર મારવાના વિરોધમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ ઉપવાસ પર બેઠા હતા. જો કે આ આંદોલનને પોલિસની પરવાની ન હોવાના કારણે અલ્પેશ ઠાકોર અને તેમના સાથીઓની પોલિસ દ્વારા અટક કરવામાં આવી છે જે બાદ દલિત પેન્થર દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ઉનામાં દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ધટના બની હતી જેના ઘેરા પ્રત્યાઘાત ગોંડલ સહીત દેશની સંસદ સુધી પડ્યા છે. માયાવતી જ્યાં આ અંગે રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો હતો. જો કે તેમણે આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે ચલાવવાની અને શાંતી જાળવવાની અપીલ કરી હતી.

જો કે તેમ છતાં જૂનાગઢના કાળવા ચોકમાં દલિત સમાજના લોકોએ એકઠા થઇને "જય ભીમ" નારા લગાવીને આ આખી ધટનાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ઉના દલિત અત્યાચારના પડધા આખા રાજ્યભરમાં સંભળાયા હતા.
રાજ્યમાં આજે ઠેર ઠેર દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યું હતું. અમરેલીમાં પણ પ્રદર્શનકારીઓ સાથે પોલિસનું ધર્ષણ થયું હતું. ચિત્તલ રોડ પર પ્રદર્શનકારીઓને ભગાવવા માટે પોલિસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. અને સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસો કર્યા હતા.
ભાજપના રાજ્ય પ્રમુખ વિજય રૂપાણીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતીની શાંતિને ભંગ કરવા માટે અને રાજકીય લાભ ખાટવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતાને તે જ અપીલ છે કે તે શાંતિ રાખે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
