યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાંશિયલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સ શ્રીયુત મહોમ્મદ અલ હુસેની એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે લીધી હતી.

જી ૨૦ અંતર્ગત ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગમાં અને ફાઇનાન્સ સેક્ટરની મીટમાં સહભાગી થવા યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સ ગુજરાત આવેલા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત દરમિયાન શ્રીયુત મહોમ્મદ અલ હુસેનીને ગુજરાતમાં ગિફ્ટ સિટી ઉપરાંત ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી (DSIR)માં જે બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો અને રોકાણકારો માટે ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.
ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટર અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્ર માં અગ્રણી રાજ્ય બનવાની સજ્જતા સાથે ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે તે અંગેની વિગતો પણ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌજન્ય મુલાકાત દરમ્યાન આપી હતી.
યુ.એ.ઈ અને ગુજરાત વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણ કરી શકે તેમ છે તેની સંભાવનાઓ અંગે પણ આ બેઠકમાં ફળદાયી પરામર્શ થયો હતો.
મુખ્યમંત્રીએ આગામી જાન્યુઆરી ૨૦૨૪ માં યોજાઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં આવવા માટેનું આમંત્રણ પણ યુ .એ.ઇ.ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સને પાઠવ્યું હતું.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે.હૈદર અને જી-૨૦ કો-ઓર્ડીનેટર અગ્ર સચિવ મોના ખંધાર પણ જોડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
