આખો મહિનો રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આ રહ્યાં અત્યારસુધીના તમામ આંકડા!

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રાજ્યમાં મેધરાજા મહેરબાન થયા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાત માટે સારા સમાચાર એ છે કે આ સપ્ટેમ્બર મહિનો આખો રાજ્યમાં મેઘ મહેરની સંભાવના છે.

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રાજ્યમાં મેધરાજા મહેરબાન થયા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાત માટે સારા સમાચાર એ છે કે આ સપ્ટેમ્બર મહિનો આખો રાજ્યમાં મેઘ મહેરની સંભાવના છે. હાલ રાજ્યમાં વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ શકે છે.

આગામી ત્રણ દિવસ સારા વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ સારા વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પહેલી ઓક્ટોબરથી જ વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ પણ સારો વરસાદ થાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી ભારે વરસાદ પડશે.

વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે

વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે

આ સિવાય ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, 7 સપ્ટેમ્બરથી વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતા પુરા મહિના દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ શકે છે. હાલ રાજ્યમાં 48.65 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદની સ્થિતી

રાજ્યમાં વરસાદની સ્થિતી

ગુજરાતમાં વરસાદનાં આંકડા પર નજર કરીએ તો, અત્યાસુધીમાં 16 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. 36 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ, 124 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ, 62 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ અને 13 તાલુકામાં 2 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતી

રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતી

રાજ્યના જળાશયોની વાત કરીએ તો હાલ સરદાર સરોવર ડેમમાં 47.17 ટકા પાણીનો જથ્થો છે અને સતત આવક થઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના 207 જળાશયોમાં 50.74 ટકા પાણીનો જથ્થો છે અને 4 જળાશયો સંપુર્ણ ભરેલા છે. ઝોન મુજબ વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 23.63 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોમાંથી એક સંપુર્ણ ભરેલુ છે અને કુલ 67.1 ટકા પાણીનો જથ્થો છે. કચ્છની વાત કરીએ તો કચ્છના 20 જળાશયોમાં 20.15 પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 44.41 ટકા પાણી છે અને 3 જળાશયો સંપુર્ણ ભરેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X