રાજ્યમાં વર્ગ-2ના 3980 તબીબી અધિકારીઓ કરી રહ્યા છે દર્દીઓની સેવા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોન્ડ વસુલાત સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, રાજ્યમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ કોર્ષિસ, ગાંધીનગર દ્વારા નીટ આધારીત મેરીટ બનાવી ઓન લાઇન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
પ્રવર્તમાન નિતી મુજબ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજોમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી 1 વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂપિયા 20 લાખનો બોન્ડ લેવામાં આવે છે.

GMERS સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમવાયએસવાય, કન્યા કેળવણી નિધિ, ફ્રી-શિપ કાર્ડનો લાભ લઇ પ્રવેશ મેળવતા વિધાર્થીઓને પણ બોન્ડ પોલિસી લાગુ પડે છે.
રાજ્યમાં MBBS પાસ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડિગ્રી સર્ટીફિકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.
રાજ્યમાં MBBS પાસ કરેલ ઇન્ટર્નશીપ કરતા ડૉક્ટર્સને ગુજરાત મેડીકલ કાઉન્સીલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિર્વસીટીની પ્રોવિઝનલ ડિગ્રીના આધારે ફાઇનલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.
રાજ્યમાં હાલ કુલ-39 મેડીકલ કોલેજો અને એક એઇમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં કુલ-7050 બેઠકો છે. તેમાં 6-સરકારી, 13- જીએમઇઆરએસ સંચાલિત, 3-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, 16- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, 1-ડીમ્ડ યુનિર્વસીટી સંચાલિત અને 1-એઇમ્સ રાજકોટ મેડીકલ કોલેજો કાર્યરત છે.
તેમાં સરકારી મેડીકલ કોલેજોમાં 1400 બેઠકો, જીએમઇઆરએસ મેડીકલ કોલેજોમાં 2100, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં 700, સ્વ-નિર્ભર કોલેજોમાં 2650, ડીમ્ડ યુનિર્વસીટી કોલેજમાં 150 બેઠકો અને રાજકોટ એઇમ્સમાં 50 બેઠકો છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 6082 કેસમાં રૂપિયા 647.65 કરોડની બોન્ડ વસુલાત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
