રાજ્ય સરકારે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા, હવે લીઝને લગતા આ નિયમો બદલાશે!
રાજ્ય સરકારે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે. આ મહત્વપૂર્ણ સુધારા મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને ૪ હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે.

આ સિવાય જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. હવે આ મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહી.
આ સિવાય પડતર સેવ્ડ કેસોની મંજૂરી માટેની સમયમર્યાદા અગાઉ ર૦રર માં પૂર્ણ થતી હતી તે વધુ ત્રણ વર્ષ એટલે કે ર૦રપ સુધી વધારવામાં આવી છે. આ સિવાય વધુ એક સુધારામાં, બાકી લેણાના વ્યાજના દરોમાં ૬ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ ૧૮ ટકા છે તે ઘટાડીને હવે ૧ર ટકાનો વ્યાજ દર કરવામાં આવ્યો છે
ખાણકામના નિયમોમાં જે અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે મુજબ, જાહેર હરાજીથી પ્રથમ તબક્કામાં ભાગ લીધો હોય તેવા બિડર્સમાંથી ટેક્નીકલી ક્વોલીફાઇડ તમામ બિડર્સ બીજા તબક્કામાં ભાગ લઇ શકશે. આ ઉપરાંત આર્થિક બોજો વધે નહિં તે હેતુસર બિડરને ત્રણ તબક્કામાં અપફ્રન્ટ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.
વધુ એક સુધારા અનુસાર, ખનિજ જથ્થો પૂર્ણ થઇ જાય અથવા વૈજ્ઞાનિક ઢબે ખાણકામ થઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લીઝ ધારક આવો લીઝ વિસ્તાર પરત કરી શકશે. આ સુધારાઓને પરિણામે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝની જે ઇકો સિસ્ટમ રાજ્યમાં ઊભી થયેલી છે તેમાં વધુ સરળીકરણ થશે. ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા વધશે તેમજ પ્રક્રિયાઓ ઝડપી બનશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
