Know Your Polling Station અભિયાનને સાંપડ્યો વ્યાપક પ્રતિસાદ
Lok Sabha Election 2024: લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારો પોતાના મતદાન મથકના સ્થળ, મતદાન માટેના જરૂરી પુરાવા અને મતદાન મથક પરની પ્રાથમિક સુવિધાઓ અંગે આગોતરા માહિતગાર થઈ શકે, તે માટે તારીખ 28 મે ને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station અભિયાન યોજાયું હતું.
આ સાથે જ મતદાન મથકો પર ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીઓ દ્વારા ચુનાવ પાઠશાલા યોજી મહત્તમ મહિલા મતદારો સહપરિવાર મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
મતદાર એ સશક્ત લોકશાહીનો આધારસ્તંભ છે. ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે આવનાર મતદાતા, મતદાન માટેની સુવિધાઓથી સુપરિચિત હોય તે જરૂરી છે. મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે.
મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે. સુગમ ચૂંટણી સંચાલનના લક્ષ્ય સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના માર્ગદર્શન હેઠળ 28 મેને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station અભિયાન યોજાયું હતું.

જેમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે 9 વાગ્યાથી બપોરે સાડા વાગ્યા સુધી હાજર રહી બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોતાના મતદાન મથક સ્થળ પર આવનાર મતદારોને આગામી તારીખ 7 મે ના રોજ યોજાનાર મતદાનના દિવસે કયા પોલીંગ બુથમાં મત આપવા જવાનું છે, મતદાન માટે EPIC અને તેની અવેજીમાં કયા પુરાવા માન્ય ગણાશે, પીવાના પાણીથી લઈ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને અવગત કરાવવામાં આવ્યા હતા.
Know Your Polling Station અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. નાગરિકોએ તેમને મુંઝવતા પ્રશ્નો વિશે બુથ લેવલ ઓફિસર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે સંતોષ વ્યક્ત કરવા સાથે મતદાનના દિવસે મતદારોની સુગમતા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આગવી પહેલને બિરદાવી હતી.
Know Your Polling Station અભિયાનની સાથે સાથે રાજ્યના તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાલા યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત તલાટી, આશા વર્કર અને આંગણવાડી વર્કર સહિતના કર્મચારીઓ દ્વારા મહત્તમ મતદારો મતદાન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ચુનાવ પાઠશાલા અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા ખાસ કરીને મહિલા મતદારોને મોટી સંખ્યામાં સહપરિવાર મતદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ 7 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાનાર છે, ત્યારે મતદારો માટે મતદાનનો અનુભવ સુખદ બની રહે તે માટે રાજ્યભરમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક સ્થળોની નિયમિત સફાઈ સહિતની બાબતો સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
