દ્વારકા કલેક્ટર મારફતે CMને કિસાન કોંગ્રેસે પાઠવ્યું આવેદન, સરકાર પર કર્યા આકરા પ્રહાર
Kisan Congress: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ વિપક્ષ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જે બાદ દ્વારકા કલેક્ટર મારફતે કિસાન કોંગ્રેસે મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. આ આવેદનપત્રમાં કિસાન કોંગ્રેસના રાહત પેકેજ પર અનેક વેધક સવાલ ઊઠાવ્યા છે.
કોંગ્રેસ નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, જુલાઈ - ઓગસ્ટ બન્ને રાહત પેકેજના 1769 કરોડ પૈકી સરકાર 500 કરોડ પણ નહીં ચૂકવે, 2019 માં 3750 કરોડની જાહેરાત સામે માત્ર 1200 કરોડ જેટલા જ ચૂકવ્યા હતા.
કિસાન કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકાર મોટા મોટા આંકડાઓની મોટી મોટી જાહેરાત કરે છે, વાસ્તવમાં ચુકવણું થતું નથી. પિયત પાકોને પણ ફરજીયાત બિન પિયત પાક તરીકે ફોર્મ ભરવા ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે.
પિયત ને બિન પિયત કરવાથી ખેડૂતોને 22000 સુધીનું સીધું નુકસાન થયું છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના રાહત પેકેજમાં વ્હાલા દવલાની નીતિનો આરોપ
ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ઘેડ જ્યાં 4 મહિના પાણી ભરાયેલા હોય છે, ત્યાં સાર્વત્રિક ખેડૂતોની જગ્યાએ લિસ્ટેડ લોકોને જ રાહત પેકેજનો લાભ મળે છે. જ્યારે અન્ય જિલ્લામાં સાર્વત્રિક તમામ ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવે છે.
ખરેખર નુકસાની વાળાને ઓછું અને જેને નુકસાની છે, જ નહીં તેને વધારે વળતર આપવામાં આવે છે. ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા ખેડૂતો રાહત પેકેજના લાભથી વંચિત શા માટે ???

ખેડૂત આગેવાને વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટનું પૂરું સર્વે જ કર્યું નથી તેમ છતાં આયોજન વગર જ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. લાલપુર-જામ જોધપુર તાલુકામાં મગફળી પાકનું નુકસાની સર્વે કરવાની જ ના પાડવામાં આવી છે.
ખરેખર નુકસાની હોવા છતાં કેટલાયે જિલ્લા તાલુકાઓ આ રાહત પેકેજથી બાકાત રાખવામાં આવ્યા છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી જિલ્લા, વિસાવદર, વંથલી, મેંદરડા તાલુકાઓ જેવા અનેક તાલુકા જિલ્લા બાકાત આ રાહત પેકેજમાંથી બાકાત કેમ રાખવામાં આવ્યા છે?
ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકારને સવાલ કર્યા હતા કે, જુલાઈમાં પેકેજનો લાભ તેને ઓગસ્ટના પેકેજનો લાભ નહીં આવી અન્યાયકારી નીતિ શા માટે?
ખાનગી પાકવીમા કંપનીઓને ચુકવવામાં આવતા પ્રીમિયમ જેટલી રકમ પણ ખેડૂતોને નહીં? કેન્દ્ર સરકાર પાસેથી પાકવીમા પ્રીમિયમ જેટલી રકમ વસુલવામાં રાજ્ય સરકાર શા માટે ડરે છે?
પાલ આંબલિયા જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકાર પાકવીમાં પ્રીમિયમની રકમ ચૂકવે છે તો ગુજરાતને કેમ નહીં? પાક વીમા પ્રીમિયમ બાબતે ગુજરાતને કેન્દ્ર અને રાજ્ય સરકાર શા માટે અન્યાય કરે છે?
કેન્દ્ર-રાજ્ય સરકાર બન્ને મળી 3500-4000 કરોડ પ્રીમિયમ ખાનગી પાકવીમાં કંપનીઓને ચૂકવતી હતી. ખાનગી પાકવીમાં કંપનીઓને 3500-4000 કરોડ ચૂકવી શકે તો ખેડૂતોને કેમ નહીં?
વર્ષ 2020-21 નું અંદાજે 12 લાખ ખેડૂતોનું બાકી 450 કરોડ જેટલું પાકવીમાં પ્રીમિયમ ક્યારે પરત કરશો ??? સરકાર રાહત પેકેજના નાટક બંધ કરી 15 જિલ્લા, 104 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા જોઈએ. જમીન ધોવાણ, પશુ હાની સામે તાત્કાલિક વળતર આપવું જોઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
