ગાંધીનગર જિલ્લાના ખર્ચ નિરીક્ષકઓ આગામી તા. ૨૫મી, ૨૯મી નવેમ્બર અને ૩ ડિસેમ્બરના રોજ ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરશે

ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ ઓબ્ઝર્વરઓ દ્વારા જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી માટે ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન ત

ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ ઓબ્ઝર્વરઓ દ્વારા જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી માટે ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તમામ ખર્ચ નિરીક્ષકશ્રીઓ પોતાના મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરની બારીકાઇની તપાસ કરશે, તેવું એક્સ્પેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

ELECTION

આ અંગે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં આગામી તા. ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ ખર્ચ નિરીક્ષકો દ્વારા આગામી તા. ૨૫/૧૧/૨૦૨૨, ૨૯/૧૧/૨૦૨૨ અને તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ સંલગ્ન વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી કરવામાં આવશે.

જે અંતર્ગત દહેગામ, ગાંધીનગર(દ) અને કલોલ મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરનો હિસાબ કલેકટર કચેરીના સમિતિ ખંડ ખાતે જ્યારે ગાંધીનગર(ઉ) અને માણસા મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરનો હિસાબ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તા. ૨૫મી નવેમ્બર, ૨૯મી નવેમ્બર અને ૦૩ ડિસેમ્બરના રોજ સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X