અમિત શાહના સબક શીખવાડવા વાળા નિવેદનને ચૂંટણી પંચે ક્લિન ચીટ આપી
ગુજરાતમાં આ વખતે હિન્દુ-મુસ્લિમનો મુદ્દો છવાયેલો રહ્યો હતો ત્યારે અમિત શાહે વિવાદાસ્પદ નિવેદન આપી વિવાદ છેડ્યો હતો.
ગાંધીનગર : આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત 2002 અને ગોધરા કાંડનો ઉલ્લેખ થયો હતો. અમિત શાહે આડકતરી રીતે કહ્યું હતું કે, 2002માં એમને (મુસ્લિમો) સબક શીખવાડી દીધુ હતું. હવે ગુજરાતમાં શાંતિ બરકરાર છે. જેને લઈને વિવાદ થયો હતો અને તેને મુસ્લિમો સાથે જોડીને જોવામાં આવ્યુ અને ઈલેક્શન કમિશનને ફરીયાદ કરાઈ હતી. ફરિયાદીએ આ મામલાને આચારસંહિતાનો ભંગ ગણાવતા ફરીયાદ નોંધાવી હતી. હવે ચૂંટણી કમિશને આ મામલે અમિત શાહને ક્લિન ચીટ આપે છે.

આ વખતે ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો છવાયેલો રહ્યો ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, 2002ના તોફાનીઓને પાઠ ભણાવાયો છે. આ મુદ્દે નિવૃત્ત વહીવટી અધિકારી EAS શર્માએ અમિત શાહના આ નિવેદન સામે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ નિવેદન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. સૂત્રો અનુસાર, ફરિયાદ બાદ તપાસનો રિપોર્ટ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે ગૃહમંત્રીએ પોતાના નિવેદનમાં કોઈ ખાસ સમુદાય માટે નહીં પણ બદમાશોને પાઠ ભણાવવાની વાત કરી હતી.
જો કે બીજી તરફ ફરિયાદી ઈએએસ શર્માએ કહ્યું કે, આજ સુધી મને મારી ફરિયાદનો કોઈ જવાબ મળ્યો નથી. ચૂંટણી પંચે નિર્ણય જાહેર કરવો જોઈએ. ચૂંટણી પંચે આ નિર્ણયને તેની વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થઈ ગયા છે. ગુજરાતમાં બીજેપી તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે સત્તા મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
