હોળીના પર્વ પર ડાકોર મંદિરમાં દરવાજા દર્શનાર્થિઓ માટે ખુલ્લા મુકાલા
ડાકોર મંદિરમાં રણછોડરાયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા જિલ્લા અને રાજયના નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી રાજા રણછોડરાયજીને પ્રાર્થના
આજે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે ઉત્સવપૂર્ણ ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્ય સેવા પૂજા સમયાનુસાર સવારે ૪:૦૦ વાગે કરવામાં આવી હતી.

આજે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચઢાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિક ભક્તો કોઈ પણ પ્રકારના ચિંતા કર્યા વિના રણછોડજી મહારાજના દર્શન કરી શકશે. સાથોસાથ કલેકટરશ્રી દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉતરોત્તર વધારો થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલીકા દ્વારા કરવામાં આવતી સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિક ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજજ છે. ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રધ્ધાળુઓની ડાકોર ખાતે ભારે ભીડ હતી.
આ પ્રસંગે રેન્જ આઇ.જી વી. ચંદ્રશેખર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર. રાણા , ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર.બાજપેયી, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ પ્રાંત અધિકારીશ્રી રિધ્ધિબેન શુકલ, મામલતદાર, સહિત અન્ય મંદિરના સેવકો ભાવિ ભક્તો ઉપસ્થિત રહયા હતા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
