સીએમ દ્વારા પેન્શન વિભાગની અચાનક મુલાકાત લેતા અધિકાારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો

વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા.

મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને ય જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮ માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે કચેરીના અધિકારી / કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી.

Bhupendra patel

મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીશ્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા.

મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત ની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગ ના અગ્ર સચિવ ગુપ્તા , અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરી એ પહોંચ્યા હતા અને મુલાકાત માં જોડાયા હતા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X