મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં તેમણે નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટેના પોર્ટલનું લૉન્ચિંગ કર્યું હતું.

તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત'ની વર્ષ 2003થી શરૂઆત કરાવેલી છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં સુશાસનની બે દાયકાની આ સફળ પહેલને વધુ સુદૃઢ બનાવવા માટે તેમજ નાગરિકોના અવાજને બુલંદ બનાવવાની દિશામાં મુખ્યમંત્રીના હસ્તે લૉન્ચ થયેલું પોર્ટલ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આજના ટેક્નોલોજીના યુગમાં લોકોના પ્રશ્નોના ઓનલાઈન સુખદ નિરાકરણની વાત જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આ સ્વાગત ઓનલાઈનના Facebook, Twitter, Instagram અને Kooના સોશિયલ મીડિયા પેજ શરુ કરવામાં આવ્યા છે, તેનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગતમાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના ત્વરિત અને અસરકારક નિરાકરણની સફળ વાતો લોકો સુધી પહોંચે, તે માટે સ્વાગતના આ સોશિયલ મીડિયા પેજ ઉપયોગી બની રહેશે.
એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ થકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે જોડાઇને લોકો સમસ્યાનું સુખદ સમાધાન મેળવે તેવા આશયે તાલુકા સ્વાગતમાં રજૂઆતો માટેનું ઓનલાઈન પોર્ટલ પણ ઉપયુક્ત બનશે.
તદ્દનુસાર, રાજ્યના નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન ફરિયાદ-પ્રશ્નની સ્વાગત પોર્ટલ પર ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં રજૂઆત કરી શકશે.
આ માટે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવવાની રહેશે. ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલ નંબરના ઉપયોગ દ્વારા અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.
લોકોની ફરિયાદો-રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે અને તેનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ કરવામાં આવે છે.
તદ્દનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નવ જેટલી રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી, અને સરકારના વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ત્વરિત નિવારણ માટેની સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર પક્ષે કે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે સમસ્યાના નિવારણમાં વિલંબ ન થાય અને અરજદારને સમયસર, ઝડપી ન્યાય મળે તેવું દાયિત્વ સહુ નિભાવે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે જુલાઈ મહિનામાં યોજાયેલા ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને કુલ 6,363 રજૂઆતો આવી હતી, તેમાંથી 82.49 ટકા એટલે કે 5,249નો ઉકેલ લાવી દેવાયો છે.
આ જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
