ગાંધીનગર જૈન સંઘ દ્વારા આયોજિત અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર જૈન સંઘ દ્વારા શંખેશ્વર પાર્શ્વનાથદાદાના જિનાલય સંકુલ, સેકટર- ૨૨ ખાતે પ.પૂ ગચ્છાઘિપતિ આ.ભ. વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ અને પ.પૂ.આ.ભ શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજ શ્રમણ - શ્રમણી આદિઠાણા- ૬૧નો અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે શોભાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ સાહેબના આર્શીવાદ મેળવી રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાતુમાર્સ એટલે ભક્તિ અને ઉલ્લાસનો સમન્વય છે. ચાતુમાર્સ દરમ્યાન પ્રકૃતિ વરસાદથી ભીંજાય છે. આપણે સૌ ગુરૂજનોના આશિર્વચનો થકી જ્ઞાનમાં ભીંજાવાનો અવસર મળે છે. ગુરૂજનોના પ્રવચનો દ્વારા માનસિક નવજીવન મળે છે.
મહારાજ સાહેબ સરળ હદયી અને સંપ, એકતા અને સંગઠન થકી ઘર્મકાર્યો કરી રહ્યાં છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સાઘન સંપન્ન લોકો પણ સર્વે ભૌતિક સુખોનો ત્યાગ કરીને દિક્ષા ગ્રહણ કરે છે, તે વાત આપણા સૌ માટે પ્રેરણારૂપ છે કે જીવનનું સાચું સુખ તો મહારાજ સાહેબ જેવા વંદનીય સાઘુ - સંતો પાસે છે.
શોભાયાત્રામાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ અને બંઘુઓ જોડાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના બંઘુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
