ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ પાર્ટી પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી!
આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
અમદાવાદ : આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે યોજાયેલી આ બેઠકમાં મીડિયા સર્ટિફિકેશન, આદર્શ આચારસંહિતા અને ચૂંટણી ખર્ચ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને તાલીમની સાથે સાથે રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે અમદાવાદના વિશેષ અતિથિ ગૃહ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્ય દ્વારા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી ખર્ચ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રચાર-પ્રસાર, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપવામાં આવતા રાજકીય વિજ્ઞાપનોના પૂર્વ-પ્રમાણિકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુદ્દાસર જાણકારી આપવામાં આવી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પાસેથી મળેલા સૂચનો આવકારી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ધવલ પટેલ, નાયબ સચિવ નીતિન આચાર્ય, નાયબ સચિવ દિલીપ ભાવસાર તથા નાયબ કલેક્ટર આલોકસિંઘ ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
