ગુજરાતનું ગૌરવઃ બેંગ્લોરમાં જીત્યા રૂરલ આઇટી ક્વીઝ ટ્રોફી

સાયન્સ સિટીના વડા નરોત્તમ સાહુએ જણાવ્યું છેકે, ગ્રામ્ય સ્તરે આઇટીનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે સોનગઢના યશ અને કાર્તિકે બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ રૂરલ આઇટી ક્વીઝ(રાષ્ટ્રિય ગ્રામીણ આઇટી)માં પ્રતિનિધિત્વ કરીને બન્ને રાષ્ટ્રિય ચેમ્પિયન બન્યા છે. તેઓ પ્રત્યેકને એક લાખ રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.
સોનગઢની રત્નાશી ઉમારશી રામભૈયા ઇંગ્લિશ હાઇ સ્કૂલના સોફ્ટવેર એન્જીનર્સ કાર્તિક શાહ અને યશ પાસદે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ટીમને આ સ્પર્ધામાં પાછળ છોડી દીધી હતી અને તમામ બાબતો પોતાના પક્ષમાં રહે તે માટે અથાગ મહેનત કરી હતી. આ સ્પર્ધામાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, જેલી બાઇટ્સ ટેસ્ટિંગ ઓએસ, ટેક સેન્ડવિચ ટેસ્ટેડ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ક્વીઝમાસ્ટર ગિરી બાલાસુબ્રમણ્યમ દ્વારા દરેક ટીમને પ્રશ્ન અને પાંચ ઓપ્શન આપવામાં આવતા હતા. જેમાં ટીમે ચાર સાચા જવાબો આપવાના હતા. આ સ્પર્ધામાં ગુજરાતે 45 પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે છત્તીસગઢ 36 પોઇન્ટ સાથે રનર્સઅપ રહ્યું હતું. આ ક્વીઝ કોમ્પેટિશન ટીસીએસ અને કર્ણાટક રાજ્યના આઇટીબીટી સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
