સુરેન્દ્રનગરમાં પેપર મીલમાં લાગી આગ, કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ
શનિવાર, 22 માર્ચ 2025ના રોજ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલી પેટશન પેપર મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના નવલગઢ ગામના પાટિયા નજીક બની હતી, જ્યાં મોડી રાત્રે અચાનક આગની જ્વાળાઓએ આખી મિલને લપેટમાં લઈ લીધી.
આગ એટલી વિકરાળ હતી કે પેપર અને પૂઠાં સહિતનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

આ ઉપરાંત, ભારતીય સેનાની ટીમ પણ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.લગભગ રાત્રે 1 વાગ્યા સુધીમાં ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાળાઓએ આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલને થયેલા આર્થિક નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થવાનો બાકી છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગજનીની આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સલામતીના પગલાં સખત કરવાની માગ ઉઠવા લાગી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
