સુરત: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત
આપઘાત કરતાં પહેલા યુવકે પોતાના મિત્રને વ્યાજખોરો અંગે આપી હતી માહિતીતેણે વોટ્સએપ થકી પોતાની આપવીતી વર્ણવી હતીવોટ્સએપ મેસેજને આધારે પોલીસ કરી રહી છે તપાસઆ અંગે વધુ વાંચો અહીં...
સુરતમાં એક યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ત્રસ્ત મનોદશામાં આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર યુવકે વોટ્સએપ કરીને પોતાની દુઃખની કથા મિત્રને કહી હતી તેના આધારે ખબર પડી કે યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે રોડ વિસ્તારની રામબાગ સોસાયટીમાં રહેતા આકાશ પટેલે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. તે મોબાઇલની દુકાન ચલાવતો હતો. તેણે આશરે 80-85 ટકા જેટલું વ્યાજ પણ ચૂકવી દીધું હતું અન થોડી રકમ બાકી હતી. તેમ છતાં વ્યાજખોરો તેને હેરાન કરી રહ્યા હતા.

આ અંગે આકાશે આકાશે પોતાના મિત્રને વોટ્સએપ પણ કર્યો હતો અને સમગ્ર માહિતી જણાવી હતી. પોતાના મિત્રની હતાશ પરિસ્થિતિ જોઈને તેણે તુરંત જ આકાશને ફોન કર્યો હતો પરંતુ આકાશે ફોન ઉઠાવ્યો નહોતો. આકાશે તેના મિત્રને વોટ્સએપ પર વ્યાજખોરોના નામ સહિતની તમામ માહિતી જણાવી હતી. આકાશે તેના મેસેજમાં જય, હેમાંગ, કિશન, હસુભાઈ સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તેમને કેટલી રકમ આપી છે તે જણાવ્યું હતું. આકાશે જેને મેસેજ કર્યો હતો તેને કહ્યું હતું કે, તમે મારા મોટાભાઈ જેવા છો એટલે તમામ હકીકત તમને જણાવું છું. આ મેસેજ કર્યા બાદ આકાશે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ઘટનામાં વોટ્સએપના સંદેશને આધારે ગુનો નોંધીને વ્યાજખોરોની તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
