ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની લાલ આંખ
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને અંદાજીત રૂ. ૩,૯૮,૨૨૦/-નો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સુરતના કડોદરા ખાતેથી જપ્ત કરાયો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે.

રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુંમાં ચોખાની કુશકી તથા કલરની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર વેપારી જૈન દિલીપકુમાર પુખરાજભાઈ, મે.જે.ડી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ૨૮-૨૯ સૃષ્ટી ઇન્ડ. એસ્ટેટ, મુ.કડોદરા, તા. પલાસાણા, જિ. સુરતની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુ પાવડરનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું.
આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં કલર તથા ચોખાની કુશ્કીની ભેળસેળ કરતાં હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત હળદર પાવડર અને ધાણાજીરૂમાં કલરની ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળતું હતું. જેમાં તપાસ દરમિયાન સ્થળ પર "OIL GREEN G CONC"નો ૮ કિલોગ્રામ જથ્થો તથા "OIL YELLOW M CONC" કલરનો ૯. ૪ કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યો છે. વેપારી ધ્વારા મરચાં પાવડર SUPER 7 DAYS RED CHILLIES Powder લેબલથી પેક કરતા હતા જેના પર ઉત્પાદક તરીકે "Super Seven Days Product, India" દર્શાવવામાં આવતું હતું, તેમજ ધાણા પાઉડર Hindava Brand Corrender Powder ના પેકીંગ ઉપર "Gujarat Agro Industries, Market Yard, Unjha (Gujarat)" ખોટું સરનામું છાપવામાં આવતું હતું.
આમ, બંને પેકીંગ ઉપર ખોટું સરનામું દર્શાવીને પેકીંગ થતું હતું. વધુમાં સ્થળ પરથી મરચાં પાવડર-૦૨, હળદર પાવડર -૦૧ અને ધાણા જીરૂ પાવડર-૦૧, ગ્રીન કલર- ૦૧, યલો કલર- ૦૧ મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૩,૯૮,૨૨૦/-(અંકે રુપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો વીસ) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે તેમ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
