ભાવનગરની સિહોર GIDCની ફેક્ટરીમાં થયો અચાનક બ્લાસ્ટ, ચાર કામદારોને ગંભીર ઈજા
ભાવનગર સિહોર તાલુકાના GIDC-1 બ્લાસ્ટની ઘટના બની હતી. GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઘાયલોને સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
લોખંડના સળીયા બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે. જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટનામાં ચાર મજૂરો દાઝી ગયા હતા.
સિહોર તાલુકાના જીઆઇડીસી-1 માં આવેલ હર દેવેન્દ્ર નામની રોલિંગ મિલમાં બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે. સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર મામલે સંચાલકનું કહેવું છે કે અહીં ફાયર સેફ્ટી રાખવામાં આવી છે, જો કે, શ્રમિકો મુજબ કોઈપણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવી નથી.
સમગ્ર મામલે સિહોર મામલતદારનું કહેવું છે કે, ફેક્ટરીમાં સેફટી નહિ હોય તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનાને ભીનું સંકેલવા માટે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી ન હતી.
સિહોર મામલતદારની હાજરીમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સમગ્ર્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
