વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન
વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ૪થી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું ૫ સપ્ટેમ્બર થી ૮મી સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં
વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ૪થી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું ૫ સપ્ટેમ્બર થી ૮મી સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના ૫૩૫ ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં ગત વર્ષના ગુજરાતના નંબર-૧ ઇશાન હિંગોરાની પુરૂષ વિભાગમાં પુનરાગમન કરશે. તેમજ સુરતનો બીજો ક્રમાંકિત શ્લોક બજાજ પણ ભાગ લેશે, જેણે રાજ્યની 3જી રેન્કિંગમાં ત્રણેય કેટેગરીમાં જીત હાંસલ કરી ટ્રિપલ તાજ મેળવ્યો હતો. મહિલા વિભાગમાં સુરતની ટોચની ક્રમાંકિત બે પેડલર્સ - ફ્રેનાઝ ચિપિયા અને ફિલઝાહ કાદરી પણ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં તમામની નજર અમદાવાદની ૧૩ વર્ષીય પ્રથા પવાર પર રહેશે કે જે રાજ્યમાં ગર્લ્સની અંડર - ૧૫, ૧૭ અને ૧૯ કેટેગરીમાં ટોપ સીડ ધરાવે છે. પ્રથાએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મીટમાં ૧૪ ઓગસ્ટે જોર્ડનના અમ્માનમાં આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (WTT) યુથ સ્પર્ધાની ગર્લ્સ U-૧૫ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના ખજાનચી અમિત ચોક્સી, વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ જીગર પટેલ અને સેક્રેટરી ભાવિન દેસાઈની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
