ગુજરાત સરકારે એલોન મસ્કની સ્ટાક લિંક સાથે હાથ મિલાવ્યા
ગુજરાત સરકારે 'ડિજિટલ ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા માટે એક મોટું કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે મહત્વના કરાર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સરકાર અને સ્ટારલિંક વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર થયા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડવાનો છે.

આ નવી પહેલથી ખાસ કરીને નર્મદા અને દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીની ક્રાંતિ આવશે. જ્યાં મોબાઈલ ટાવરની પહોંચ ઓછી છે, ત્યાં હવે સેટેલાઈટ ટેકનોલોજીથી ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થશે.
સરકારના આયોજન મુજબ, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અંતરિયાળ ગામડાઓની શાળાઓને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને ડિજિટલ લર્નિંગનો સીધો લાભ ઘરઆંગણે મળી શકશે.
આરોગ્ય ક્ષેત્રે પણ આ કરાર આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ટેલિ-મેડિસિનથી સજ્જ થશે. હાઈ-સ્પીડ નેટવર્કને કારણે દર્દીઓને નિષ્ણાત ડોક્ટરોની સલાહ ઓનલાઈન મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સ્ટારલિંકની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. પોલીસ આઉટપોસ્ટ અને વન્યજીવ અભયારણ્યોમાં હવે રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ કરવું શક્ય બનશે.
ગુજરાતના જીઆઈડીસી (GIDC) અને મેરિટાઈમ સેક્ટરમાં પણ નેટવર્ક સુદ્રઢ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી ઝડપથી પહોંચાડવાનું લક્ષ્ય છે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે સરકાર અને સ્ટારલિંક વચ્ચે એક 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ'ની રચના કરવામાં આવી છે. જે આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી અને વિસ્તરણ પર સીધી દેખરેખ રાખશે.
ડિસેમ્બર 2025માં યોજાયેલી બેઠક બાદ આ ઐતિહાસિક સમજૂતીથી ગુજરાત ડિજિટલ ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનશે. સેટેલાઈટ ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતના વિકાસને હવે એક નવી અને આધુનિક ગતિ મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
