Pics: ગુજરાતની સ્પોર્ટ્સ પ્રવૃત્તિના આફરિન થઇ ગયા શ્રીકાંત
ગાંધીનગર, 13 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અત્યાર સુધી મોટા મોટા કલાકારો અને નેતા-અભિનેતાઓ મળી ચૂક્યા છે. મંગળવારે પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને સિલેક્ટર કમિટિના અધ્યક્ષ ક્રિશ્નામાચારી શ્રીકાંતે નરેન્દ્ર મોદીની મુલાકાલ લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતની સ્પોર્ટ્સ પ્રવૃત્તિના ભરપૂર વખાણ કર્યા હતા.
મોદીની ભારતીય ક્રિકેટના વરિષ્ઠ પૂર્વ ખેલાડી શ્રી કે. શ્રીકાંતે શુભેચ્છા મૂલાકાત લીધી હતી અને મોદીને સતત ચોથીવાર ગુજરાતની જનતાનો જનાદેશ મેળવીને ઐતિહાસિક વિજય મેળવવા માટે પણ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના વિકાસને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા અપાવવાની સાથોસાથ રાજ્યમાં યુવાશકિ્તના વિકાસ-કૌશલ્ય અને રમત-ગમત પ્રવૃત્તિઓને ગૌરવરૂપે વિશાળ ફલક
પર મૂકવાની મુખ્યમંત્રીની યુવા નીતિઓની પણ તેમણે પ્રસંશા કરી હતી.
અત્રે પ્રસ્તુત છે નરેન્દ્ર મોદી અને શ્રીકાંત વચ્ચેની મુલાકાતની તસવીરી ઝલક..


















Click it and Unblock the Notifications
